GSTV
Gujarat Government Advertisement

ઝારખંડના લોહરદાર જિલ્લામાં સુરક્ષાદળોએ હાથ ધર્યું ઓપરેશન, ત્રણ નક્સલવાદીઓને કરાયા ઠાર

Last Updated on July 19, 2019 by

ઝારખંડના લોહરદરા જિલ્લામાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને ત્રણ નક્સલવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. નક્સલવાદીઓ પાસેથી બે એકે-47 મળી આવી હતી. ઝારખંડના લોહરદરા જિલ્લાના બાહેગરા ગામમાં નક્સલવાદીઓ હોવાની બાતમી મળી તે પછી સીઆરપીએફ-પોલીસના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. એક નક્સલીને પણ ગોળી વાગી હતી, પણ તેને પકડવામાં સફળતા મળી ન હતી. તેનો એક સાથે એ ઘાયલ નક્સલવાદીને લઈને નાસી ગયો હતો. સીઆરપીએફના અધિકારી પ્રકાશ ચંદ્ર બાદલે જણાવ્યું હતું કે લોહરદરામાં સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. કુલ પાંચ નક્સલવાદીઓની હાજરી છતી થઈ હતી. એમાંથી ત્રણને ઠાર કરાયા હતા. નક્સલવાદીઓ પાસે મોટી સંખ્યામાં હથિયારો હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળોના જવાનો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો એ દરમિયાન એક ઘાયલ નક્સલીને લઈને તેનો એક સાથી નક્સલવાદી ફરાર થઈ ગયો હતો. આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું: સરકાર વિદ્યાર્થીઓને પાસ તો કરશે, પણ માર્કશિટમાં પાછળના ભાગે આવું લખાયેલું આવશે

Pravin Makwana

ખાનગીકરણ/ આ બેંકોમાં પોતાનો 51%નો હિસ્સો વેચશે સરકાર, જાણો બેંકકર્મીઓ અને ગ્રાહકોનું શું થશે?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!