GSTV

તાકાત વધી / ભારત-ચીન તણાવ વચ્ચે વધુ 3 રાફેલ ભારત પહોંચ્યા, ફ્રાન્સથી નોન સ્ટોપ 8 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું

Last Updated on July 22, 2021 by Zainul Ansari

રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુસેનાની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કર્યા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઇંધણ ઉપલબ્ધ કરાવ્યું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યુ કે ફ્રાંસના ઇસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણે રાફેલ વિમાનો થોડા સમય પહેલા ભારત પહોંચ્યા છે. હવાઇ માર્ગમાં વચ્ચે મદદ કરવા માટે ભારતીય વાયુસેના યુએઇની વાયુસેનાને ધન્યવાદ આપે છે. ઉલ્લેખનીય છે કે રાફેલ વિમાન ત્યારે ભારતને મળ્યા છે, જ્યારે ચીન ભારતીય સરહદ નજીક સતત પોતાના સૈન્ય કાફલામાં સતત વધારો કરી રહ્યો છે. વધુ 3 રાફેલ વિમાન ભારતને મળતા વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે.

આ ખેપ આવ્યા બાદ હવે ભારત પાસે 24 રાફેલ વિમાન થયા છે. રાફેલ જેટની નવી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર તહેનાત થશે. પહેલી રાફેલ સ્કવોડન અંબાલા વાયુસેના સ્ટેશન પર સ્થિત છે. એક સ્કવોડનમાં 18 વિમાન હોય છે.

ભારતે 36 રાફેલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાંસ સાથે કરાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઇ 2020ના રોજ ભારત પહોંચ્યો હતો. જેના લગભગ ચાર વર્ષ પહેલા ફ્રાંસથી 59,000 કરોડ રુપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વિમાનોને ગયા વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે અંબાલામાં એક કાર્યક્રમમાં આધિકારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના માટે રાફેલ વિમાન ગેમચેન્જર ગણાવામાં આવે છે. કારણ કે તેમના આવવાથી ભારતની તાકાતમાં ઘણો વધારો થયો છે. ભારતે આ વાતના સબૂત લદ્દાખમાં ઉડાન ભરીને આપ્યા છે.

Read Also

Related posts

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!