GSTV

ભારતમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા, સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવાસીઓ માટે બહાર પાડી નવી એડવાઈઝરી

Last Updated on March 3, 2020 by Arohi

ભારતમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હતા. એક કેસ દિલ્હીમાં સામે આવ્યો હતો. બીજા જયપુરમાં અને ત્રીજો કેસ તેલંગણામાં નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવાસીઓ માટે નવેસરથી એડવાઈઝરી બહાર પાડી હતી. બંને દર્દીઓ સારવાર હેઠળ છે અને બંનેની સ્થિતિ સુધારા પર હોવાનું કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું. કોરોના વાયરસની ભયાનકતા વચ્ચે ભારતમાં વધુ બે કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ ચિંતિત બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે એક દર્દીએ ઈટાલીથી ભારતની યાત્રા કરી હતી એ દરમિયાન તેને કોરોનોના ચેપ લાગ્યો હતો. બીજા દર્દીએ દુબઈથી ભારતની યાત્રા કરી હતી ત્યારે તેને કોરોનાની અસર થઈ હતી. દિલ્હીના જે દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો તેણે થોડા દિવસ પહેલાં જ ઈટાલીનો પ્રવાસ કર્યો હતો. તેલંગણાના દર્દીએ દુબઈનો પ્રવાસ ખેડયોહતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે બંને દર્દીઓની હાલત સ્થિર છે અને સુધારા પર છે. બંનેના પ્રવાસનો ઈતિહાસ અને કોના સંપર્કમાં આવ્યા તેની માહિતી મેળવાઈ રહી છે.

અગાઉ કેરળમાં નોંધાયા છે ત્રણ કેસ

સરકારે નવેસરથી પ્રવાસીઓ માટે એડવાઈઝરી બહાર પાડી છે. અગાઉ કેરળમાં ત્રણ કેસ નોંધાયા હતા. સારવાર પછી ત્રણેય દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાથી તેમને રજા આપીને નિરીક્ષણ હેઠળ રખાયા હતા. ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં લગભગ 25738 લોકોને નિષ્ણાતોની નિગરાની હેઠળ રાખવામાં આવ્યા હતા. 13 લોકોને અત્યારે કોરોનાથી બચાવવા સારવાર આપવામાં આવી રહી છે.  ચીન ઉપરાંત ઈરાન, ઈટાલી, સાઉથ કોરિયા કે સિંગાપોરની યાત્રા ન કરવાનું સૂચન સરકારે કર્યું હતું.

જયપુરમાં ઇટાલીના પર્યટકને કોરોના જણાતા દાખલ

જયપુરમાં ઇટાલીના એક નાગરિકને કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સાથે જ આસપાસ ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે.69 વર્ષીય ઇટાલિયન પર્યટક એ 20 પર્યટકોની સાથે હતો કે જેઓ હાલ આગરામાં છે.

  • ઈરાનમાં કોરોનાથી સુપ્રીમ લીડરના સલાહકાર સહિત 66નાં મોત, 1501 કેસ
  • અમેરિકામાં બેનાં મૃત્યુ, 60થી વધુના રીપોર્ટ પોઝીટીવ : હ્યુસ્ટનમાં યોજાનારી એનર્જી સમિટ રદ્દ

ઈરાનમાં કોરોનાથી કુલ 66 લોકોનાં મોત થયાં છે અને 1501 કેસ દર્જ થઈ ચૂક્યા છે. સુપ્રીમ લીડરની સલાહકાર સમિતિના એક સભ્યનું કોરોનાથી મોત થયું હતું. સુપ્રીમ લીડરના સલાહકાર મીર મોહમ્મદીની વય 71 વર્ષ હતી. અમેરિકામાં પણ બેનાં મોત થયા હતા. ઈરાનમાં સુપ્રીમ લીડર ખુમૈનીના સલાહકાર મીર મોહમ્મદીને કોરોનાનું સંક્રમણ થયું હતું. આખરે 71 વર્ષીય મીર મોહમ્મદીનું મૃત્યુ થયાનું ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું હતું. ઈરાનમાં કોરોનાથી કુલ 66નાં મોત થઈ ચૂક્યા છે અને 1501 કેસ દર્જ થયા છે. ચીન પછી સૌથી વધુ કેસ ઈરાનમાં નોંધાયા છે.

અમેરિકામાં પણ બેનાં મોત

દરમિયાન અમેરિકામાં પણ બેનાં મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના અિધકારીએ જણાવ્યું હતું એ પ્રમાણે સિએટલ સિૃથત કિંગ કાઉન્ટીમાં પ્રથમ મોત થયું હતું. એ પછી આખાય વિસ્તારમાં એલર્ટ જારી કરાયો હતો. અમેરિકામાં 60થી વધુના રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું પણ કહેવાયું હતું. લગભગ 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, એવા દર્દીઓને નિગરાની હેઠળ રખાયા હતા. 12 શંકાસ્પદ કેસ તો વૉશિંગ્ટનમાં જ નોંધાયા છે. આ સ્થિતિ વચ્ચે હ્યુસ્ટનમાં યોજાનારી એનર્જી સમિટને રદ્દ કરવાનો નિર્ણય થયો હતો. 39મી સમિટ યોજાવાની હતી, પરંતુ જે રીતે કોરોનાનો ફેલાવો વધ્યો છે એ જોઈને સુરક્ષાના કારણોથી આગામી 9થી 13મી માર્ચ દરમિયાન યોજાનારી સમિટ કેન્સલ કરાઈ હતી. આ સમિટમાં લગભગ 80 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા.

Read Also

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!