મેઘાલય વિધાનસભામાંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાં અપાયાના એક દિવસ બાદ મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલા ધારાસભ્યોએ આપેલા રાજીના માંથી કોઈ ફરક પડતો નથી. મેઘાલય રાજ્યમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી ના બે અને એક વિપક્ષી તૃણમૂળ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જેથી તેની પાર્ટીઓને ઝટકો લાગ્યો છે.

મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે આ બરાબર છે. ધારાસભ્ય ચૂંટણી પહેલા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્ટી બદલે છે. હું તેને શુભકામના આપું છું અને કોઈ પણ રાજકીય પક્ષમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. જ્યાં સુધી મારી પાર્ટીની વાત છે ત્યાં સુધી અમે ચૂંટણીની તૈયારી કરી લીધી છે અને આગળ પણ કરીશું. મેઘાલયમાં આગામી વર્ષના શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી યોજાશે.

મેઘાલયમાં હાલ એનપીપીના સદનમાં 21 સભ્યો છે અને યુડીપીના 8 ધારાસભ્યો છે. પીડીએફ ના ચાર સભ્યો છે જ્યારે ભાજપના બે, એચએસપીડીપી ના બે અને આઈએનડીના સાત સભ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજીનામું આપનાર ધારા સભ્યોએ જાહેર કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેમાંથી વિધાનસભાની ચૂંટણી લડશે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો