GSTV

કોરોના ઇફેક્ટ/ અમેરિકામાં સરેરાશ કરતાં ત્રણ લાખ વધુ લોકોના મોત, નાની વયના લોકોનો મૃત્યુ દર ચિંતાજનક રીતે વધ્યો

કોરોના

અમેરિકન સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં સામાન્ય રીતે થતાં મૃત્યુની તુલનામાં આ વખતે ત્રણ લાખ વધુ લોકોના મોત થયાં છે અને આ માટે કોરોના મહામારી જવાબદાર છે. સેન્ટર્સ ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અમેરિકામાં થતાં વાર્ષિક મૃત્યુ આંકનો રેકોર્ડ રાખે છે અને તેની તુલના અગાઉના વર્ષો સાથે કરીને આંકડા બહાર પાડે છે, જે આરોગ્ય વિષયક નીતિઓમાં ઉપયોગી બને છે.

અમેરિકામાં મૃત્યુ દર 14.5 ટકા વધ્યો

સીડીસીનો રિપોર્ટ કહે છે કે, સામાન્ય રીતે ફેબુ્રઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી અમેરિકામાં 19 લાખ મૃત્યુ નોંધાતા હોય છે. જોકે ચાલુ વર્ષે 22 લાખ લોકો અવસાન પામી ચૂક્યા છે અને મૃત્યુ દર 14.5 ટકા વધ્યો છે. મૃત્યુદરના વધારો થયો છે, તે માટે મોટાભાગે કોરોના જવાબદાર છે. અન્ય મૃત્યુમાં પણ કોરોનાની અસરને નકારી શકાય તેમ નથી.

નાની વયના લોકોનો મૃત્યુ દર ચિંતાજનક રીતે વધ્યો

કોરોના

મૃત્યુ પામેલાઓમાં ૯૫ હજારની ઉંમર ૭૫ થી ૮૪ વર્ષની હતી. જેનો દર સામાન્ય વર્ષ કરતાં ૨૧.૫ ટકા ઊંચો છે. જ્યારે ૨૫ થી ૪૪ વર્ષની વયના લોકોના મૃત્યુનો દર ચિંતાજનક રીતે ૨૬.૫ સુધી પહોંચ્યો હતો. હિસ્પાનીક અમેરિકનોનો મૃત્યુદર ૫૪ ટકા વધી ગયો હતો.

Read Also

Related posts

મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગેનો પીએમ મોદીને આપ્યો ચિતાર

pratik shah

VIDEO: ATM મશીનમાંથી કેસ કાઢતાં પહેલાં આ જરૂરથી ચેક કરજો, નહીં તો થઈ શકે છે ફ્રોડ

Karan

દાવો/ શું મોદી સરકાર કરવા જઇ રહી છે ‘કોરોના ફંડિંગ’, દરેક વ્યક્તિને આપશે 1,30,000 રૂપિયા?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!