GSTV

બિહાર : ત્રણ લોકોને પશુચોરી મામલે ઢોર માર મરાયો, ત્રણના શ્વાસ ત્યાં જ રોકાઈ ગયા

Last Updated on July 19, 2019 by Mayur

બિહારના છપરા વિસ્તારના બનિયાપુરમાં ટોળાએ ત્રણ લોકોને પશુની ચોરીની શંકામાં ઢોર માર મારીને હત્યા કરી નાંખી.. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે. જાણકારી મુજબ સ્થાનિકોને પશુ ચોરી થયા હોવાની સૂચના મળી. બાદમાં એક ટોળું કંઈપણ પુષ્ટી કે જાણકારી મેળવ્યા વિનાજ ત્રણ લોકો પર તૂટી પડ્યું. અને લોકોને બેરહેમીથી માર મારવાનું શરૂ કરી દીધું. જેમાં ત્રણેયના મોત થયાં. જોકે એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જેમાં બેનાં ઘટના સ્થળે મોત થયાં. જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. જોકે પોલીસે દાવો કર્યો કે સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. ગુરુવારે મધ્યપ્રદેશના નીમટમાં પણ ટોળાએ બકરા ચોરીના આરોપમાં ત્રણ લોકોની બેરહેમીથી પીટાઈ કરી હતી.

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!