GSTV
Gujarat Government Advertisement

રિસાઈને ઘરે બેઠી હતી બહેન, સગા ભાઈએ એવું કરી દીધું કે પારકો હોય તો પણ ના કરે

વૃધ્ધ

Last Updated on March 4, 2020 by Mayur

બોટાદ સાસરૂ ધરાવતી મહિલા ત્રણેક વર્ષથી પિયર રાજકોટ રિસામણે હતી. તે બાબત તેના ભાઇને પસંદ ન હતી. ગઇકાલે રાત્રે મહિલા તથા તેની માતા સતાધાર દર્શન કરી ભટ્ટવાવડી જઇ રહ્યા હતા. ત્યારે જેતલવડના પાટીયા પાસે મહિલાના ભાઇ સહિત ત્રણ શખ્સોએ મહિલાને આંતરી તેને છરીના ઘા ઝીંકી તથા ગળેટૂંપો આપી હત્યા કરી નાસી ગયા હતા. આ અંગે માતાએ પુત્રીની હત્યા મામલે પુત્ર સામે ફરિયાદ કરતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેનીપોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર હસનવાડી વિસ્તારમાં રહેતા શાંતુબેન પ્રતાપભાઇ માંજરીયા (ઉ.વ. ૬૩)ની પુત્રી હેતલબેન (ઉ.વ. ૩૦) બોટાદ સાસરે હતા. પરંતુ હેતલબેન છેલ્લા ત્રણ વર્ષથી રિસામણે હતા અને રાજકોટ પિયરમાં રહેતા હતા.

યુવરાજ ગરમ મિજાજનો હતો

હેતલબેન રિસામણે હોવાથી આ બાબત તેના ભાઇ યુવરાજ પ્રતાપભાઇ માંજરીયાને પસંદ ન હતી. તેણે સમજાવવા છતાં હેતલબેન બોટાદ સાસરે ગયા ન હતા. બન્ને બહેન – ભાઇ આ બાબતને લઇને વાતચીત પણ કરતા ન હતા. યુવરાજ ગરમ મિજાજનો હોવાથી અવારનવાર ભાઇ – બહેન વચ્ચે બોલાચાલી થતી હતી. આ દરમ્યાન ગઇકાલે હેતલબેન તથા તેના માતા શાંતુબેનપ્રતાપભાઇ માંજરીયા સતાધાર દર્શન કરવા આવ્યા હતા. રાત્રે મોડું થઇ જતા શાંતુબેન તથા હેતલબેન ભટ્ટવાવડી સગા હોવાથી તેને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. હેતલબેન તથા તેના માતા શાંતુબેન વિસાવદર તાલુકાના જેતલવડના પાટીયા પાસે ભટ્ટવાવડી તરફ જવા માટે ઉભા હતા. ત્યારે કાળા કલરની કારમાં યુવરાજ પ્રતાપ માંજરીયાતથા અન્ય બે અજાણ્યા શખ્સો આપ્યા હતા અને યુવરાજ સહિત બન્ને શખ્સે બહેન હેતલબેનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. બાદમાં દોરડાથી ગળેટૂંપો આપી દેતા હેતલબેનનું ત્યાં જ મોત થયું હતું. બહેનની હત્યા કરી ભાઇ તથા બે અજાણ્યા શખ્સો નાસી ગયા હતા.

ભાઈએ બહેનની હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

આ અંગે જાણ થતા વિસાવદર પી.આઇ. સહિતનો સ્ટાફ જેતલવડના પાટીયા પાસે પહોંચ્યો હતો અને હેતલબેનના મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ અંગે રાજકોટ રહેતા શાંતુબેન પ્રતાપભાઇ માંજરીયાએ પોતાની પુત્રી હેતલબેનની હત્યા મામલે પુત્ર યુવરાજ પ્રતાપ માંજરીયા તથા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા વિસાવદર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ ભાઇએ બહેનની હત્યા કર્યાની બાબતથી વિસાવદર પંથકમાં ચકચાર વ્યાપી ગઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!