GSTV

નાગની લડાઈ/ એક નાગણી માટે 3 નાગ વચ્ચે જામી વર્ચસ્વની લડાઈ, તસ્વીરો જોઈ લોકો ડરી ગયા, ભાગ્યે જ જોવા મળે છે આવા દ્રશ્યો

Last Updated on October 1, 2021 by Pravin Makwana

ઓસ્ટ્રેલિયના બે સ્નેક કૈચર્સ એટલે કે સાપ પકડનારા લોકોએ દાવો કર્યો છે કે, તેમણે 3 નર સાપને અંદરોઅંદર લડતા જોયા છે. આ ત્રણેય નર સાંપ એક માદા સાંપ એટલે કે નાગિન માટે લડી રહ્યા હતા. સ્નેક કૈચર્સે પુરાવા તરીકે સાપોની લડાઈની અમુક તસ્વીરો અને વીડિયો પણ શેર કર્યા છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર હાલમાં જ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં બે સ્નેક કૈચર્સની પાસે એક ઘરમાં સાપ હોવાનો કોલ આવ્યો હતો. મહિલાએ સ્નેક કેચર્સને જણાવ્યુ કે, તેના ઘરની બાલ્કનીમાં સાપ એકબીજા સાથે વિંટળાયેલા છે. મહિલા ડરેલી હતી. તેમને તાત્કાલિક આ સાંપોને રેસ્ક્યૂ કરવાની અપીલ કરી હતી.

માહિતી મળતા જ્યારે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી, તો તેમણે ત્યાં અજીબોગરીબ સ્થિતી જોઈ હતી. સ્નેક કેચર્સે ચાર સાપોને એકબીજા સાથે લપેટાયેલા છે. તેમણે જણાવ્યુ કે,આમાંથી ત્રણ નર સાપ છે, જ્યારે એક માદા સાપ છે.

વાઈલ્ડ રેસ્ક્યૂ ટીમના જણાવ્યા અનુસાર ત્રણ નર સાપ એક માદા માટે લડી રહ્યા હતા. ટીમે આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. આવી વસ્તુઓ દરરોજ જોવા મળતી નથી. રેસ્ક્યૂ ટીમનું કહેવુ છે કે, પોતાના આટલા લાંબ કરિયરમાં તેમણે આવું ક્યારેય પણ જોયુ નથી. એક માદા માટે નર સાપોની આવી લડાઈ ખૂબ જ ઓછી જોવા મળે છે. હાલમાં ટીમના લોકોએ તમામ સાપોને અલગ કરીને જંગલમાં છોડી મુક્યા હતા.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!