GSTV
Home » News » કર્ણાટક : કોંગ્રેસનું મોવડીમંડળ ચિંતામાં, આવો જોઈએ કયા છે પડકારો

કર્ણાટક : કોંગ્રેસનું મોવડીમંડળ ચિંતામાં, આવો જોઈએ કયા છે પડકારો

કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળ જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર રચાવાની છે પણ આ સરકારની રચના સામે અનેક પડકાર છે. શપથવિવિધ સમારોહ પહેલા ત્રણ મુખ્ય પડકારો કોંગ્રેસના મોવડીમંડળ માટે ચિંતાનો વિષય બન્યા છે આવો જોઈએ કયા છે પડકારો..

તાકાતનો પરચો બતાવવો

કોંગ્રેસ નેતૃત્વ સામે સૌથી મોટો પડકાર એ છે કે શપથવિધિ દરમ્યાન તેની તાકાત દેશને દેખાવી જોઈએ. કર્ણાટકમાં સરકાર રચવા માટે કોંગ્રેસે જેડીએસ સામે સરન્ડર કરી દીધું છે એવું ના લાગવું જોઈએ. કેમકે કર્ણાટકમાં 78 બેઠકો સાથે કોંગ્રેસ બીજો નંબરનો પક્ષ છે જ્યારે કે 38 બેઠકો સાથે જેડીએસ ત્રીજા નંબરે છે અામ છતા કોંગ્રેસે જેડીએસને મુખ્યપ્રધાન પદ ધરી દીધું છે અને પોતે જુનિયરની ભૂમિકામાં છે. એવામાં મિશન 2019 સાથે આગળ વધી રહેલા કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વને ભલે ગઠબંધન સરકાર અને તેમાં કોંગ્રેસના રોલ વિષે વાંધો ન હોય.. પરંતુ સ્થાનિક લેવલે કોંગ્રેસમાં કફોડી સ્થિતિ છે. સ્થાનિક નેતૃત્વ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે આ પચાવવું સહેલુ નહીં હોય.

પ્રધાનમંડળમાં સન્માનજનક સ્થિતિ

પ્રધાનમંડળમાં કોંગ્રેસના 20 અને જેડીએસના 14 પ્રધાન હોય તેવી શક્યતા છે અને આજ ફોર્મ્યુલાને આધારે સરકાર રચાઈ રહી છે. એવી સ્થિતિમાં 78 ધારાસભ્યોમાંથી પ્રધાનપદની ચાહના રાખનારા ધારાસભ્યોને એક રાખવાનો પણ કોંગ્રેસ સામે પડકાર છે.

ડેપ્યુટી સીઅેમ પદે વિના વિરોધે વરણી

ડેપ્યુટી સીએમ પદ કોંગ્રેસના ખાતામાં આવવાની શક્યતા છે. આ પદ માટે કોંગ્રેસમાં અનેક દાવેદાર છે. રેસમાં જી. પરમેશ્વર સૌથી આગળ છે પરંતુ એવી સ્થિતિમાં એમ.બી. પાટિલ.. દેશપાંડે, ડી.કે શિવકુમાર અને શમનુર શંકરપ્પા જેવા લિંગાયત સમર્થિત કોંગ્રેસના અનેક મોટા નેતાઓને સાથે રાખવાનો પડકાર છે. લિંગાયત સમુદાય સાથે જોડાયેલા એક સંગઠને લિંગાયત જ્ઞાતિના કોંગ્રેસ ધારાસભ્યને ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ કરી છે ત્યારે નારાજ નેતાઓને મનાવી સાથે લઈ ચાલવાનો કોંગ્રેસ સામે પડકાર છે.

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!