GSTV
Gujarat Government Advertisement

નવસારી નગરપાલિકા વિસ્તારમાં 114 કરોડથી વધુના ખર્ચે બનશે થ્રી લેન રેલ્વે બ્રિજ, બે લાખથી વધુ લોકોને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ

Last Updated on July 24, 2020 by

નવસારી નગરપાલિકા વિસ્તારમાં 12 મીટર પહોળા થ્રી લેન રેલ્વે બ્રીજ બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 114 કરોડ અને 50 લાખના ખર્ચે આ બ્રીજ બનાવામાં આવશે. જેમા 50 ટકા ફાળો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અને 50 ટકા ફાળો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.

  • નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી
  • પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે
  • નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે. ૧ર મીટર પહોળાઇના આ થ્રી-લેન ઓવરબ્રીજના નિર્માણથી નવસારી નગરની પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા હળવી થશે. રેલ્વે ફાટક બંધ રહેવાને પરિણામે થતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારના અંદાજે બે લાખ જેટલા લોકો-નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે. એટલું જ નહિ, પગપાળા અવર-જવર કરતા લોકો માટે હયાત ફાટક નીચે એક રાહદારી અંડરપાસ પણ બનાવવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Pravin Makwana

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!