GSTV

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

બુધવારે રાજ્યસભામાં ત્રણ પ્રમુખ શ્રમ સુધારા બિલ પાસ થઈ ગયા છે. સરકારનું કહેવું છે કે આ નવા શ્રમ કાયદાથઈ દેશને સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના શ્રમીકોને કેટલીક નવા પ્રકારની સુવિધાઓ મળશે. પરંતુ તેની સાથે જ કર્મચારીઓ ઉપર તેના ફેરફારની અસર પણ પડવાની છે.

રાજ્યસભામાં બુધવારે ઉપજીવિકાજન્ય સુરક્ષઆ, સ્વાસ્થ્ય અને કાર્યદશા સંહિતા 2020, ઓદ્યોગિક સંબંધ સંહિતા 2020 અને સામાજિક સુરક્ષા સંહિતા 2020 બિલને ધ્વનીમતથી પસાર કરવામાં આવ્યા છે. સરકારે આ બિલના ઘણા ફાયદાઓ ગણાવ્યાં છે. લોકસભામાં આ ત્રણ બિલોને મંગળવારે પસાર કરવામાં આવ્યાં હતાં.

નવા કાયદા પ્રમાણે તમામ મજૂરોને નિયુક્તી પત્ર આપવું અનિવાર્ય રહેશે અને તેના પગારનું ડિઝીટલ ચુકવણી કરવાની રહેશે. એટલે કે બેંક ખાતામાં પૈસા નાંખવા ઉપર રહેશે. સાથે જ વર્ષમાં એક વખત કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ અનિવાર્ય કરવામાં આવ્યું છે.

કાયદામાં ફેરફારની અસર કર્મચારીઓ ઉપર પડનારી છે. કારણે હવે જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા 300થી ઓછી છે. તે સરકારની મંજૂરી વગર જ કર્મચારીઓની છટણી કરી શકશે. અત્યારસુધી નિયમ માત્ર તે કંપનીઓ માટે હતો જેમાં 100થી ઓછા કર્મચારીઓ હતા.

શ્રમ પ્રધાન સંતોષ ગંગવારના મતે, મજૂર સુધારાઓનો ઉદ્દેશ બદલાતા વ્યવસાયિક વાતાવરણને અનુકૂળ પારદર્શક સિસ્ટમ બનાવવાનો છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે 300 જેટલા કર્મચારીઓવાળી કંપનીઓ હવે પોતાના નિર્ણય લઈ શકશે. છટણી કે શટડાઉનની મંજૂરી તે જ કંપનીઓને આપવામાં આવશે જેમાં કર્મચારીઓની સંખ્યા છેલ્લા 12 મહિનામાં દરરોજ સરેરાશ 300થી ઓછી રહી હોય.

કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કહ્યું કે, 16 રાજ્યોમાં પહેલા જ મહત્તમ 300 કર્મચારીઓ વાળી કંપનીઓને સરકારની પરવાનગી વગર જ બંધ કરવાની અને કર્મચારીઓની છટણી કરવાની મંજૂરી આપી દીધી છે.

સરકારનું માનીએ તો રોજગાર સર્જન માટે 300 કર્મચારીઓ કરવાની મર્યાદા જરૂરી છે. હવે કંપીનોઓ કોઈ કારણ વગર કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી શકશે. અગાઉ 100ની મર્યાદા હોવાના કારણે નિયોક્તા વધુ કર્મચારીઓની ભરતીમાં કાપ મુકતા હતાં.

આ ઉપરાંત નવા બિલ પ્રમાણે કોઈ પણ સંગઠનમાં કામ કરનારા કોઈ પણ કારીગર 60 દિવસ પહેલા નોટીસ આપ્યા વિના હડતાળ ઉપર નહીં જઈ શકે, હાલ તે સમયગાળો છ સપ્તાહનો છે.

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!