આઇસીસી ચેમ્પિન્યસ ટ્રોફી 2017ની ટીમમાં વિરાટ કોહલીની સાથે અન્ય બે ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આઇસીસીએ આ ટીમની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમ પાકિસ્તાનના કપ્તાન સરફરાઝને ટીમની કમાન સોંપવામાં આવી છે.
ટીમમાં કોહલી ઉપરાંત શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને પણ ટીમમાં સ્થાન અપાયું છે. મહત્વનું છે કે, ધવને આ સીઝનમાં 338 રન બનાવ્યા હતા જ્યારે ભુવનેશ્વર કુમારે સાત વિકેટ લીધી હતી.
ટીમમં પાકિસ્તાનના ઓપનર બેટસમેન ફખર જમાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જમાન ઉપરાંત પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ઇંગ્લેન્ડના ત્રણ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડના એક-એક ખેલાડીને પસંદ કરવામાં આવ્યા છે. તો વળી, ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમસનને 12મા ખેલાડી તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.
આ ટીમની પસંદગી ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઇકલ આથર્ટન, પાકિસ્તાનના પૂર્વ કપ્તાન રમીઝ રાજા, ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી, ક્રિકેટ મેગેઝિન વિઝડન અલ્માનાકના એડિટર લોરેંસ બુથ અને સમાચાર એજન્સી એએફપીના ક્રિકેટ પત્રકાર જૂલિયન ગુયેરની જ્યૂરીએ કરી છે. આ જ્યૂરીની અધ્યક્ષતા આઇસીસીના જનરલ મેનેજર જ્યોફ એલાડાઇસે કરી છે.
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ: સરફરાઝ અહેમદ(કપ્તાન/વિકેટકીપર, પાકિસ્તાન), શિખર ધવન(ભારત), ફખર જમાન(પાકિસ્તાન), તમીમ ઇકબાલ(બાંગ્લાદેશ), વિરાટ કોહલી(ભારત), જો રુટ(ઇંગ્લેન્ડ), બેન સ્ટોક્સ(ઇંગ્લેન્ડ), આદિર રાશિદ(ઇંગ્લેન્ડ), જુનેદ ખાન(પાકિસ્તાન), ભુવનેશ્વર કુમાર(ભારત), હસન અલી(પાકિસ્તાન), કેન વિલિયમસન(12મો ખેલાડી ન્યૂઝીલેન્ડ)
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter