GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાકમા 3 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પાણી ભરાયા

પાટણ શહેરમાં ગઇકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા માત્ર 1 કલાકમા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેર પાણી પાણી થઈ જતા પાલિકા તેમજ વહીવટી તંત્રની પોલ ખુલી ગઇ હતી. કોલેજ પાસે નવા બનાવેલા નાળામાં પાણી ભરાઇ જતા લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આમ પ્રથમ વરસાદે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.

વિરમગામ શહેર સહિત નળકાંઠા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્ય હતો. સામાન્ય વરસાદમાં પણ વિરમગામના ભરવાડી દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગરના પાલીતાણામાં આજે બીજા દિવસે પણ મેહુલો મહેરબાન બન્યો. સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો. પાલિતાણા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ રી એન્ટ્રી કરી. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. પાલિતાણાના માલપરા, મોખડકા,કુંભણ ખાખરીયા, ઘોડીઢાળ,ટોડી, ટોડા માલવણ,જસપરા, સરોડ, સહિતના ગ્રામ્ય પંથકમાં બપોરબાદ ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.

અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોળકાના મફલીપુર, જલાલપુર , બાલપુરા, કેલીયા વાસણા, રીડપુરા, ચંડીસરમાં વરસાદ વરસ્ય હતો. સાથે જ ખાનપુર, લાણા, શેરપુરા, ડડુસર, ચલોડા, ૨નોડા, શેખડી, સીધરેજ સહીતના ગામોમા વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ખેડૂત વર્ગમાં આંનદ છવાયો છે..વરસાદમાં નાના બાળકોએ સ્નાન કરી મજા માણી હતી.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!