GSTV

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજે તોફાની બેટિંગ કરી છે. માત્ર એક જ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મૂશળધાર વરસાદના કારણે શહેરના બાવાવાળા પરા, ટાકુડી પરા સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તોટાકુડી પરા વિસ્તારમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિરમાં જાણે વરસાદી પાણી શિવજીનો અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ફરી એક વખત મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા હોય તેમ દેખાય છે. આજે પણ સૌરાષ્ટ્રના વિવિધિ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમરેલીના રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જાફરાબાદમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આજે અમરેલી, રાજકોટ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા,મોરબી સહિતના સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ તાલુકાઆ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે..આ ઉપરાંત દાહોદ, અમદાવાદમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આમ રાજ્યના 132 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો.

વાપીની દમણ ગંગા નદીમાં ફસાયેલા યુવકને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવી લીધો છે. દમણ ગંગા નદીમાં યુવક માછલી પકડવા ગયો હતો. તે દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં યુવક ફસાઈ ગયો હતો. જેની જાણ નદી પરથી પસાર થતા લોકોએ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર ટિમ આવી પહોંચી હતી અને યુવકને મહામુસીબતે રેસ્ક્યુ કરી બચાવ્યો હતો.

અમરેલીના રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. રાજુલાના સાજણવાવ ગામની નદીમાં પુર આવ્યુ હતુ. નદીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતા. લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી રસ્તો પસાર કરતા જોવા મળ્યા. મહિલાઓ પણ જીવના જોખમે નદી ઓળંગતી જોવા મળી.

READ ALSO

Related posts

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યમાં છે સૌથી વધારે

Ankita Trada

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

Nilesh Jethva

યૌન શોષણ મામલે કારણવગર પોતાનું નામ જોડવા બદલ પાયલ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે રિચા ચઢ્ઢા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!