GSTV

કાનપુર : 3 યુવતીની અજબ પ્રેમની ગજબ કહાની, ઘરે છોડીને થઈ ફરાર

લગ્ન

Last Updated on September 18, 2020 by

કાનપુરમાં ત્રણ યુવતીઓની અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક બીજાના પ્રેમમાં પાગલ ત્રણેય યુવતીઓ ઘર છોડીને સાથે રહેવા માટે ઘરેથી ફરાર થઈ ગઈ. આ ત્રણેય યુવતીઓને ચકેરી પોલીસે ગાજીયાબાદથી ઝડપી પાડી છે. જેમાથી બે યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરવાની જીદ પર કાયમ છે. આ બન્ને છોકરીઓનુ કહેવુ છે કે અમે બન્ને સાથે જ રહીશું.

તમને જણાવી દઈએ કે ચકેરી વિસ્તારની 20 વર્ષીય છોકરી 2 સપ્ટેમ્બર 2020 ના રોજ લાપતા થઈ હતી. જેની જાણકારી પરિવારના લોકોએ પોલીસને આપી હતી. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી તો તેમનું લોકેશન ગાજીયાબાદ મળ્યું હતું. પોલીસે ત્યાં પહોંચીને સાથે રહેતી ત્રણેય યુવતીઓને ઝડપી પાડી હતી. જેને લઈને પોલીસ ચકેરી પોલીસ સ્ટેશને આવી. ઝડપાયેલી યુવતીઓમાં બે કાનપુરની અને એક લખનૌ છે. જેમાથી એક છોકરી તેમના પરિવાર સાથે જવા તૈયાર થઈ ગઈ હતી જ્યારે બે છોકરીઓ સાથે રહેવાની જીદ કરી રહી છે.

અયોધ્યામાં બે છોકરીઓ લગ્ન કર્યા

યુપીમાં છોકરી વચ્ચેના પ્રેમ પ્રસંગનો આ પહેલો કેસ નથી. ઓગસ્ટ મહિનામાં અયોધ્યામાં આવો જ એક કેસ સામે આવ્યો હતો. જ્યાં બે છોકરીઓએ એક બીજા સાથે લગ્ન કરી લીધા હતા. કાનપુરની છોકરી પોતાના માસીના ઘરે અયોધ્યા રહેવા આવતી હતી. ત્યાં સાહબગંજમાં રહેતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. તેમના પરિવારને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે બન્નેએ લગ્ન કરી લીધા.

READ ALSO

Related posts

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!