ઓડિશાની મહાનદીમાં ત્રણ હાથી ફસાઇ ગયા હતા. જો કે બાદમાં તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. પાંચ હાથી મહાનદી પાર કરી રહ્યા હતા. તે દરમિયાન મુંડાલી બેરેજના દરવાજા ખોલાતા નદીમાં અચાનક પાણી આવી ગયું. જો કે બે હાથી નદી પાર કરી ગયા. જ્યારે કે ત્રણ હાથી મહાનદીની વચ્ચે ફસાઇ ગયા હતા જે બાદ આ ફસાયેલા ત્રણ હાથીને બચાવવા માટે મહાનદી પરના નારજ બેરેજના ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. જેથી નદીના જળસ્તરમાં ઘટાડો થયો. અને ત્રણેય હાથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા.