GSTV

રાજકોટમાં ઈસરોની પ્રદર્શની સાથે ત્રણ દિવસના સાયન્સ કાર્નિવલનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા આધુનિક રોબોટ-રોકેટ

સૂર્યએ ઉર્જાનો અત્યંત ભંડાર છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આપણે દુનિયાનાં અન્ય દેશોને આશ્ચર્યચકિત કરી દઈએ તેવા સંશોધનો જેમ થયા છે એ જ રીતે સૂર્ય ઉર્જાના સંશોધનો થકી પણ ભારત દેશ વિશ્વ વિખ્યાત બનશે તેવી આશા સાથે સાયન્સ કાર્નિવલમાં અનેક વિદ્યાર્થીઓએ સૂર્ય ઉર્જા આધારીત વિવિધ કૃતિઓ રજૂ કરીને અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાજકોટમાં આજથી એવીપીટીઆઈ ખાતે ઈસરો દ્વારા વિવિધ ઉપગ્રહોના મોડેલની પ્રદર્શની સામે સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્રણ દિવસનાં આ સાયન્સ કાર્નિવલમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની ૧૫૦થી વધુ શાળાના ધો. ૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ અવનવા સંશોધનના વિવિધ મોડેલ રજૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.સૂર્ય ઉર્જા થકી આપણે ઉર્જાનો વિકલ્પ ઉભો કરી શકીએ છીએ.

સાયન્સ કાર્નિવલમાં અનેક વિદ્યાર્થીઓએ સૂર્ય ઉર્જા આધારીત વિવિધ કૃતિઓ રજૂ કરી

સોલાર ફોટોવોલ્ટીક સેલ દ્વારા ખેતીકામ થઈ શકે, નંદામણ દૂર કરી શકાય તેમજ ખેતરમાં હળ ચલાવીને જમીનને સમથળ કરવાનું કામ પણ સરળતાથી થઈ શકે તેવી આધુનિક કૃતિ ધો. ૯ની વિદ્યાર્થીની કુ. ખુશાલીબેન મકવાણા, ખુશીબેન કોટડિયાએ રજૂ કરી હતી. આ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે આપણા પ્રદેશમાં ૭થી ૮ મહિના સુધી સૂર્યપ્રકાશ પુરતા પ્રમાણમાં હોય છે તેથી સોલાર પેનલની મદદથી ટ્રેક્ટર જેવા પૈડા જોડીને એક સાદુ ઉપકરણ તૈયાર કરવાથી ખેતીકામમાં સોલાર પંપ તૈયાર થઈ જાય છે જે ખેતર ખેડવામાં ઉપયોગી થાય છે. પ્લાસ્ટીકનો નકામો કચરો દુનિયાભરના લોકો માટે ચિંતાનો મુદ્દો બની રહ્યો છે ત્યારે પ્લાસ્ટીકના નકામા કચરાનો નિકાલ કરવા માટે નાની એવી ચેમ્બર બનાવી તેમાંથી ઓઈલ તૈયાર કરવાની કૃતિ ડિપ્લોમાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રૈયાન પરમાર, મકબુલહક અંસારી, અમન સોલંકીએ તૈયાર કરી હતી. આ વિદ્યાર્થીઓએ ‘સ્ટીમ ટ્રાવેલ પાઈપ’ નામની કૃતિ રજૂ કરી જણાવ્યું હતું કે ૫૦૦ કિલોગ્રામ પ્લાસ્ટીકના વેસ્ટમાંથી ૩૫૦થી ૪૦૦ ગ્રામ ઈંધણ તૈયાર થઈ શકે છે. જે આર્થિક રીતે પરવડે તેમ છે. પ્લાસ્ટીકના કચરાનો નિકાલ કરવાની સિન્થેટીક ગેસ પણ મળી શકશે તેમજ નકામો કચરો ડામર બનાવવામાં ઉપયોગી થશે.

૫૦૦ કિલોગ્રામ પ્લાસ્ટીકના વેસ્ટમાંથી ૩૫૦થી ૪૦૦ ગ્રામ ઈંધણ તૈયાર થઈ શકે

સૂર્ય ઉર્જા થકી આપણે ઉર્જાનો વિકલ્પ ઉભો કરી શકીએ છીએ. સોલાર ફોટોવોલ્ટીક સેલ દ્વારા ખેતીકામ થઈ શકે, નંદામણ દૂર કરી શકાય તેમજ ખેતરમાં હળ ચલાવીને જમીનને સમથળ કરવાનું કામ પણ સરળતાથી થઈ શકે તેવી આધુનિક કૃતિ ધો. ૯ની વિદ્યાર્થીની કુ. ખુશાલી મકવાણા, ખુશી કોટડિયાએ રજૂ કરી હતી. આ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે આપણા પ્રદેશમાં ૭થી ૮ મહિના સુધી સૂર્યપ્રકાશ પુરતા પ્રમાણમાં હોય છે તેથી સોલાર પેનલની મદદથી ટ્રેક્ટર જેવા પૈડા જોડીને એક સાદુ ઉપકરણ તૈયાર કરવાથી ખેતીકામમાં સોલાર પંપ તૈયાર થઈ જાય છે જે ખેતર ખેડવામાં ઉપયોગી થાય છે. પ્લાસ્ટીકનો નકામો કચરો દુનિયાભરના લોકો માટે ચિંતાનો મુદ્દો બની રહ્યો છે ત્યારે પ્લાસ્ટીકના નકામા કચરાનો નિકાલ કરવા માટે નાની એવી ચેમ્બર બનાવી તેમાંથી ઓઈલ તૈયાર કરવાની કૃતિ ડિપ્લોમાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રૈયાન પરમાર, મકબુલહક અંસારી, અમન સોલંકીએ તૈયાર કરી હતી. આ વિદ્યાર્થીઓએ ‘સ્ટીમ ટ્રાવેલ પાઈપ’ નામની કૃતિ રજૂ કરી જણાવ્યું હતું કે ૫૦૦ કિલોગ્રામ પ્લાસ્ટીકના વેસ્ટમાંથી ૩૫૦થી ૪૦૦ ગ્રામ ઈંધણ તૈયાર થઈ શકે છે. જે આર્થિક રીતે પરવડે તેમ છે. પ્લાસ્ટીકના કચરાનો નિકાલ કરવાની સિન્થેટીક ગેસ પણ મળી શકશે તેમજ નકામો કચરો ડામર બનાવવામાં ઉપયોગી થશે.

અવકાશમાં સ્પેસ મીશન માટેની ઉપયોગી રોબોટ બોગી

અવકાશ વિજ્ઞાન ક્ષેત્રની રોમાંચક કૃતિ આદિત્ય ઠાકરે તૈયાર કરી છે. તેણે અવકાશમાં સ્પેસ મીશન માટેની ઉપયોગી રોબોટ બોગી બનાવી જણાવ્યું હતું કે આ એ પ્રકારનો રોબોટ છે જેને કોમ્પ્યુટરની મદદથી કોઈપણ પ્રકારના રેસ્ક્યુ ઓપરેશનમાં પણ કામે લગાડી શકાય છે. ગમે તેવા ઉતાર-ચઢાણવાળા રસ્તા ઉપર આસાનીથી આ રોબોટ કામ કરે છે. વસ્તુઓને આરામથી જકડી શકે છે. ચીજવસ્તુઓ લાવી શકે છે. રાજવીરસિંહ પરમાર નામના વિદ્યાર્થીએ ન્યુક્લીયર પાવર સ્ટેશનની કૃતિધો. ૮ના વિદ્યાર્થીની કુ. દિવ્યાબા ચૌહાણ અને મૌસમી મકવાણાએ આઘાત-પ્રત્યાઘાતના સિદ્ધાંત ઉપર રોકેટની કૃતિ રજૂ કરી હતી. ઈસરો દ્વારા આકાશમાં છોડવામાં આવેલા વિવિધ ઉપગ્રહોના મોડેલની જાણકારી મેળવીને વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અચંબિત થઈ ગયા હતા. સી.વી. રામન મેથેમેટીક્સ ક્લબ દ્વારા ગણિતના વિવિધ મોડેલો સમજાવતી કૃતિઓ પણ આકર્ષણરૂપ રહી હતી.

READ ALSO

Related posts

લોકડાઉન: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ અત્યંત ઓછું, એક્સપર્ટસનાં મતે સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan

ક્રિકેટ ફેન્સ થશે નિરાશ! IPL 2020 રદ થવાના આરે, આગામી વર્ષે નહી થાય મેગા ઑક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!