GSTV

કાશ્મીરના સોપારામાં ગ્રેનેડ અટેક થતા CRPFના ત્રણ જવાનો ઘાયલ

ઉત્તર કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ એટેક કરવામા આવ્યો છે. આ ગ્રેનેડ એટેકમાં સીઆરપીએફના ત્રણ જવાનો અને એક નાગરિક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. સીઆરપીએફના ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોપોરના તારજૂ વિસ્તારમાં સંગ્રામા ચોકમાંથી પસાર થઈ રહેલી સીઆરપીએફની 177મી બટાલિયનના જવાનો પર ભીડમાં છૂપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો હતો.

ગ્રેનેડ સીઆરપીએફના જવાનો પાસે પડયો હતો અને એક જોરદાર વિસ્ફોટ થયો હતો. ગ્રેનેડ વિસ્ફોટ બાદ વિસ્તારમાં નાસભાગ સર્જાઈ હતી અને આતંકવાદીઓ અહીંથી ફરાર થયા હતા.

Related posts

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 18 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!