GSTV

ચીને કહ્યુું 3 દેશોએ અમેરિકાના ચહેરા પર થપ્પડ મારી : યુએસ તેને હકદાર, ઈરાન મામલે વિશ્વમાં એકલું પડ્યું

ચાઇનાની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા એક અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે બ્રિટન, જર્મની અને ફ્રાંસએ અમેરિકાના ચહેરા પર થપ્પડ મારી દીધી છે અને અમેરિકા તેનું હકદાર છે. હકીકતમાં, બ્રિટન, જર્મની, ફ્રાન્સે ગુરુવારે એક સંયુક્ત નિવેદન જારી કરીને ઇરાન પર ફરીથી પ્રતિબંધ લગાવવાની યુએસની યોજનાને નકારી કાઢી હતી.

ચાઇનીઝ અખબાર કહે છે કે 2003ના ઇરાક યુદ્ધ પછીની આ સૌથી વિશેષ પરિસ્થિતિ છે જ્યારે યુ.એસ.ને તેના યુરોપિયન સાથીઓ દ્વારા ‘ના’ કહેવામાં આવી છે. આને કારણે અમેરિકા ઈરાનના મુદ્દે એકલું થઈ ગયું છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇરાન પર લાદવામાં આવેલ પ્રતિબંધ 18 ઓક્ટોબરના રોજ પૂરો થવાનો છે. યુનાઇટેડ સ્ટેટ્સે યુનાઈટેડ નેશન્સને ઈરાન પર ફરીથી પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેને માત્ર એક દેશ ડોમિનિકાનો ટેકો મળ્યો હતો. યુએસ મે, 2018 માં ઈરાન સાથેના પરમાણુ કરારથી અલગ થઈ ગયું. ચીનનું કહેવું છે કે આને કારણે અમેરિકાને ઈરાન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી, પરંતુ અમેરિકા ગેંગસ્ટરની જેમ વર્તે છે. ચીનનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારથી અમેરિકાને અલગ કરવાનો નિર્ણય લીધો હતો. આથી યુરોપની સુરક્ષા માટે ખતરો છે, કારણ કે ઈરાન યુરોપની નજીક સ્થિત છે. ઉપરાંત, યુરોપિયન વ્યવસાયિક હિતો પણ ઇરાન સાથે સંકળાયેલા છે.

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!