સળંગ ત્રણ પર્વ, સળંગ ત્રણ દિવસ : કયારેક જ આવે છે આવો સોનેરી અવસર, લાભ લેવાનું ના ચૂકતા

શિવરાત્રીનો મહિમા

વૈદિક, શાસ્ત્રોક્ત, અને તાંત્રિક પૂજા ભક્તિમાં માનનાર ભાવિકો માટે મહાવદ ૧૩, ૧૪, ૩૦ વિશેષ દિન છે. મહાવદ ૧૩, તા. ૪/૩/૨૦૧૯ સોમવાર, શ્રવણ નક્ષત્ર, ( જે ચંદ્ર ગ્રહ નું નક્ષત્ર છે ) શિવરાત્રી, નિશિથ કાળ ૨૪:૨૫થી ૨૫:૧૩ સુધી શિવરાત્રીનો મહિમા જગપ્રખ્યાત છે, આ દિવસે શિવના મંત્ર જાપ, રુદ્રીપૂજન, બિલ્વ અભિષેક વગેરે માટે ઉત્તમ દિવસ છે અને તેનું ફળ પણ વિશેષ છે.

શિવ ભક્ત માટે આ દિવસ વિશેષ મહત્વનો હોય છે, તદુપરાંત જેમને વિષયોગ, ગ્રહણયોગ, ચાંડાલયોગ, કેમદ્રમયોગ, કાર્લસર્પયોગ કે જેમને કુંડળીમાં નિચસ્થ રાહુ કે કેતુ હોય તેમને આ દિવસે શિવ પૂજન, ભક્તિ કરવી ઉત્તમ ફળદાઈ કહી શકાય તદુપરાંત જે લોકો દરિદ્ર અવસ્થાની પીડા ભોગવતા હોય તેમાં માટે શિવ દરિદ્રદહનના પાઠ વાંચવા લાભદાઈ સાબિત થઈ શકે છે.

મહાવદ ૧૪, તા.૫/૩/૨૦૧૯, મંગળવાર, ઘનિષ્ઠ નક્ષત્ર ( મંગળ ગ્રહ નું નક્ષત્ર છે ) વીરરાત્રી દિવસ છે. આ દિવસે તંત્રશાસ્ત્રમાં માનનાર તેમજ બગલામુખી માતાના ભક્તો માટે વિશેષ ભક્તિનો મહિમા ધરાવે છે, જેમને સતત શત્રુ, હિતશત્રુ, ઈર્ષાળુ, ખટપટી, વ્યક્તિથી હેરાનગતિ થતી હોય તેમના માટે આ દિવસે બગલામુખી માતાના પાઠ, કવચ, સ્તોત્ર, ચાલીસા જેવા પાઠ ભક્તિ કરવાથી લાભ થાય છે તદુપરાંત હનુમાન ચાલીસા કે બજરંગબાણના પાઠ પણ વાંચવા સારા કહી શકાય છે.

અમાસે આ કાર્યો કરવાનું ખાસ ના ભૂલો

મહાવદ ૩૦, અમાસ, તા.૬/૩/૨૦૧૯ બુધવાર, શતતારા નક્ષત્ર ( જે રાહુ ગ્રહ નું નક્ષત્ર ) પિતૃ પૂજા માટે સોમવાર અને બુધવારની અમાસ પિતૃ પૂજા માટે વિશેષ મહત્વ ધરાવે છે, આ દિવસે બુધવાર રાહુ નક્ષત્ર અને અમાસ નો પિતૃપૂજા માટે ઉત્તમ દિવસ કહી શકાય, પિતૃની શાંતિ, સદ્દગતી જેવા કોઈપણ કાર્ય કરવા, પીપળાના વૃક્ષની જળ વડે પ્રદક્ષિણા ફરવી, વૃક્ષ નીચે પાતાસું કે ખીર પ્રસાદ તરીકે મુકવું, ગાય અને કુતરાને રોટલી આપવી, શિવલિંગ પર જળ અને પંચામૃત વડે અભિષેક કરવો વગેરે કાર્ય કરવાથી લાભ થશે તેમ જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા જણાવી રહ્યાં છે. વૈષ્ણવપંથીએ ગજેન્દ્રમોક્ષના પાઠ વાંચવા તેમજ યથાશક્તિ દાનકર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ છે, ભાવિકો તેમની શ્રધ્ધા અને વ્યક્તિગત જાણકારી મુજબ પૂજન કરવું પણ યોગ્ય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter