GSTV

પૂંચમાં અંકુશ રેખા પર પાક.ના ગોળીબારમાં ત્રણ નાગરિકો ઘાયલ

Last Updated on July 29, 2019 by Mayur

પાકિસ્તાની સૈન્યે રવિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર ફોરવર્ડ પોસ્ટ અને ગામો પર બેફામ ગોળીબાર કરતાં એક મહિલા અને બાળક સહિત ત્રણ નાગિરકોને ઈજા પહોંચી હતી. પાકિસ્તાની દળોના બેફામ મોર્ટારમારા અને ગોળીબારથી રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનોને નુકસાન થયું હતું.

જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાહપુર સેક્ટરમાં પાકિસ્તાની દળોના મોર્ટારમારાથી મોહમ્મદ આરીફ (૪૦), ફાતિમા જાન (૩૫) અને તેમના બે સપ્તાહના નવજાત બાળકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાની દળોએ પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર અલગ અલગ જગ્યાએ સાંજે મોર્ટારમારો અને ગોળીબાર શરૂ કર્યા હતા. અગાઉ સંરક્ષણ દળના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય સૈન્યે પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો.

દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ૧૦ હજાર વધારાના જવાનોની નિયુક્તિ પછી રાજકીય સ્તરે હોબાળો સર્જાયો છે ત્યારે ગુપ્તચર રિપોર્ટમાં દાવો કરાયો છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ માહિતી મળ્યા પછી એનએસે અજિત દોવાલે કાઉન્ટર ટેરરિસ્ટ ગ્રીડની મહત્ત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ વધુ જવાનોની નિયુક્તિનો નિર્ણય લેવાયો હતો તેમજ સૈન્યને પણ એલર્ટ પર રખાયું છે. 

કેટલાક અહેવાલો મુજબ રાજ્યમાં સૈન્ય, અર્ધસૈનિક દળો અને રાજ્ય પોલીસ દ્વારા આતંકીઓના સફાયા માટે મોટું અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. કાશ્મીરમાં હાલ આતંકીઓ નબળા પડવા લાગ્યા છે. હવે તેમના સંપૂર્ણ સફાયાની તૈયારી થઈ રહી છે. કાશ્મીરમાં આતંકી સંગઠનો વિરુદ્ધ સૈન્યે આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે આ સંગઠનોમાં આતંકીઓની ભરતીમાં પણ વધારો થયો હતો. જોકે, આ વર્ષે ૩૧ મે સુધીમાં માર્યા ગયેલા અંદાજે ૧૦૦ આતંકીઓમાંથી ૫૦ એવા હતા, જે મણે આ વર્ષે જ આતંકનો રસ્તો પકડયો હતો. સરકાર હવે આતંકીઓની ભરતીનું ચક્ર તોડવા માગે છે. તેથી અર્ધસૈનિક દળોની સંખ્યા વધારવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!