GSTV
Home » News » AIR-INDIAને વધુ એક ફટકો, દેશની ત્રણ મોટી ઓઇલ કંપનીઓએ લીધો આ મહત્વનો નિર્ણય

AIR-INDIAને વધુ એક ફટકો, દેશની ત્રણ મોટી ઓઇલ કંપનીઓએ લીધો આ મહત્વનો નિર્ણય

કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલ એર ઈન્ડિયાએ સાત મહિનાથી દેશની ત્રણ મોટી ઓઇલ કંપનીઓને આશરે 4,500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ઈન્ડિયન ઓઇલ કોર્પ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (એચપીસીએલ) એ ગુરુવારે બપોરે એર ઈન્ડિયાને કોચી, પૂના, પટણા, રાંચી, વિજાગ અને મોહાલીના છ એરપોર્ટ પર જેટ ઈંધણ અથવા એટીએફ સપ્લાય બંધ કરી દીધો છે.

એક અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘એર ઇન્ડિયા પાસે ક્રેડિટ સમયગાળો 90 દિવસનો છે, જેનો અર્થ છે કે તેઓ 21 નવેમ્બર સુધીમાં ખરીદવાનાં બળતણ માટે ચૂકવણી કરશે. આ ત્રણેય કંપનીઓનો આશરે 4,500 કરોડ રૂપિયા બાકી છે.

એક અઠવાડિયા પહેલાં, આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલે સંયુક્તપણે એર ઇન્ડિયાને પત્ર લખ્યો હતો કે તેઓ બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. જેના કારણે તેને પગલા ભરવાની ફરજ પડી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા સ્પષ્ટ બાકી ચૂકવવામાં નિષ્ફળ ગઈ, અમને પુરવઠો બંધ કરવાની ફરજ પડી.

અન્ય એક અધિકારીએ કહ્યું કે એર ઇન્ડિયાને સરકાર તરફથી આર્થિક સહાય મળે છે જ્યારે તેલ કંપનીઓ માટે આવી કોઈ મદદ નથી.

હાલમાં સરકાર ગરીબોને મફત એલપીજી કનેકશન આપવા માટે તેની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાને આગળ ધપાવવા માટે એલપીજી પર કેટલીક સહાય આપે છે. જાહેર વિતરણ સિસ્ટમ (પીડીએસ) દ્વારા પૂરા પાડવામાં આવતા કેરોસીન પર સબસિડી મળે છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!