GSTV

રાહત/ થોડા જ કલાકમાં ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે લેવાયા ત્રણ મોટા નિર્ણય, સામાન્ય લોકોને થશે સીધો ફાયદો

ઈન્ક્મ

Last Updated on September 18, 2021 by Damini Patel

પાનને આધાર સાથે લિંક કરવાની તારીખ ફરી એક વખત વધી ગઈ છે. ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સામાન્ય લોકોને રાહત આપવા માટે સુકરાવરે થોડા જ કલાકમાં ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે પાનને બાયોમેટ્રિક આઈડી આધાર સાથે જોડવાની સમય મર્યાદા વધારી દીધી છે. સાથે જ સરકારે પ્રત્યક્ષ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ હેઠળ ચુકવણીની તારીખ વધારી દીધી છે અને બેનામી સંપત્તિ વ્યવહાર રાકથામને લઇને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે સમય મર્યાદા વધારવામાં આવી છે.

સરકારે પાનને આધાર સાથે જોડવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો છે. આ સમયસીમાં આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ ખતમ થવાની હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)ના એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે લોકોને આવી રહેલ સમસ્યાને ધ્યાનમાં રાખીને સીમા વધારી દેવામાં આવી છે, જેમાં અનુપાલનમાં સરળતા થશે.

PAN ને આધાર સાથે લિંક કરવાની નવી તારીખ

CBDT અનુસાર, આધારને PAN સાથે લિંક કરવા માટે આવકવેરા વિભાગે આધાર નંબર જણાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. આવકવેરાએ પાનકાર્ડ ધારકોને તેમના પાનને આધાર કાર્ડ સાથે સમયસર લિંક કરવા કહ્યું છે, નહીં તો તેમનું પાન નિષ્ક્રિય થઈ જશે. જેમણે આજ સુધી આ કામ પૂર્ણ કર્યું નથી, તેમને સરકાર દ્વારા તેને સમાધાન કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે.

દંડની કાર્યવાહી લંબાવવામાં આવી

ટેક્સ

આવકવેરા કાયદા હેઠળ દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. સરકારે ડાયરેક્ટ ટેક્સ રિઝોલ્યુશન સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ’ હેઠળ ચુકવણીની તારીખ પણ છ મહિના વધારી દીધી છે. આ યોજના અંતર્ગત વિવાદિત કર, વ્યાજ, દંડ અને ફી બાબતો ઉકેલાય છે.

તેમાં, 100% વિવાદિત કર અને 25% વિવાદિત દંડ અથવા વ્યાજ અથવા ફીના કોઈપણ મૂલ્યાંકન અથવા પુન: આકારણીના હુકમમાં ચુકવણી કર્યા પછી મામલો ઉકેલાઈ જાય છે. તેની તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.

બેનામી મિલકત વ્યવહાર નિવારણ

આ ઉપરાંત, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પ્રિવેન્શન એક્ટ, 1988 હેઠળ એડજ્યુડીકેટિંગ ઓથોરિટી દ્વારા નોટિસ જારી કરવા અને ઓર્ડર પસાર કરવાની સમયમર્યાદા પણ માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ બે ફેરફારો અધિકારીઓને વૈધાનિક કાર્યવાહી પૂર્ણ કરવામાં મદદ કરશે.

Read Also

Related posts

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!