દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ, આપ અને ભાજપનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. આ વચ્ચે કેટલાક નેતાઓનો પક્ષ-પલટો કરવાનું પણ ચાલું થઈ ગયું છે, તેમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.

ભ્રષ્ટાચારના આરોપ કરીને આપના ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્ય કમાન્ડો સુરેન્દ્ર સિંહ, રાજુ ધીંગાન અને ચૌધરી ફતેહ સિંહ ભાજપમાં જોડાયા હતા. ભૂતપૂર્વ ધારાસભ્ય કમાન્ડો સુરેન્દ્ર સિંહે આપના ભ્રષ્ટાચારથી કંટાળી ગયા હોવાનો દાવો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.
ત્રિલોકપુરીના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ ધીમાને પણ તેઓ આમ આદમી પાર્ટીના કામકાજથી ખૂબ જ દુઃખી હોવાનું કહ્યું હતું અને પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે તેમની પાસે પૂરતા પૈસા નહીં હોવાથી તેમની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી.
ગોકુલપુર વિધાનસભા સીટના ભૂતપૂર્વ ધારાસભ્ય ચૌધરી ફતેહ સિંહે મિડિયાને જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનું ચરિત્ર બધાની સામે છે. પૈસા લઈને ટિકિટ આપામાં આવે છે, વિરોધ કરવા ઘરે બેસી રહેવાનું કહેવામાં આવ્યું હોવાનો દાવો કરાય છે. અમારો પ્રયાસ રહેશે કે 4 ડિસેમ્બરે યોજાનારી MCD ચૂંટણીમાં દરેક વ્યક્તિ ભાજપને વોટ આપે. મહાનગરપાલિકાના કામ કરવા માટે સારા માણસોની જરૂર છે અને ભાજપ કરતાં વધુ સારા માણસો કોઈ પક્ષ પાસે નથી
Also Read
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું