GSTV

બ્રિટેનમાં મહાત્મા ગાંધીની મૂર્તિ પર ઊભું થયું જોખમ? આ કારણ આવ્યું સામે

Last Updated on November 29, 2020 by Ankita Trada

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધીની મૂર્તિઓ તોડી પાડવામાં આવી શકે છે. વાત જાણે એમ છે કે, ગુલામી અને ઉપનિવેશવાદમાં સામેલ હોવાની સમીક્ષા કરનારી વેલ્શ સરકારનાં રિપોર્ટમાં વિન્સ્ટન ચર્ચિલ અને મહાત્મા ગાંધી બંનેના નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટમાં અનેક પ્રતિષ્ઠિત લોકો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તદ્ઉપરાંત તે તમામના દોષોનું આંકલન કરવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકાયો છે. આ રિપોર્ટ બ્લેક લાઇવ્સ મેટરનાં વિરોધ દરમિયાન બહાર આવ્યો છે. જેમાં બ્રિટનનાં પૂર્વ પ્રધાનમંત્રી ચર્ચિલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

પૂરતી કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા

આ રિપોર્ટ મુજબ વિન્સ્ટન ચર્ચિલના નામ પર 2 બિલ્ડિંગ અને 15 સ્ટ્રિટ્સ છે. જેમને સાઉથ વેલ્સમાં રહેનારા મોટાભાગના ખનન સમુદાયના લોકો નાપસંદ કરે છે. રિપોર્ટ મુજબ પૂર્વ વડાંપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ‘બ્રિટિશ સામ્રાજ્યને ખતમ કરવાનો વિરોધ કર્યો હતો. એંગ્લો-સેક્સન જાતિની શ્રેષ્ઠતામાં વિશ્વાસ જતાવ્યો હતો.’ અને તેઓ ‘ભારતનાં બંગાળને રાહત આપવા માટે પૂરતી કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હતા.’

વેરાજધાનીમાં સ્થાપિત કરવામાં આવી છે

આ રિપોર્ટમાં ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીનું પણ નામ છે. જેમની મૂર્તિ વેલ્શની રાજધાનીમાં સ્થાપિત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીનું નામ ‘અશ્વેત સાઉથ આફ્રિકન લોકો વિરુદ્ધ નસ્લવાદ’ને લઈને સામેલ કરવામાં આવ્યું છે. ઓડિટરનું નેતૃત્વ કરનારા ગ્યોર લેગેલે જણાવ્યું કે ‘લોકો માટે કઈક વિવાદાસ્પદ સ્મારક મ્યુઝિયમમાં સ્થળાંતરિત કરવામાં આવી શકે છે. જો કે મને તેને તોડવાનો કોઈ મામલો જોવા મળી રહ્યો નથી.’

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!