GSTV

સુરત: ઓલપાડ પંથકમાં ચોર ટોળકીનો આતંક, હથિયાર સાથે સીસીટીવીમાં દેખાતા લોકોમાં ભય

સુરત જિલ્લાના ઓલપાડના સાયણ સહિત આજુબાજુના ગામોમાં ચોર ટોળકીનો ખૌફ ફેલાયો છે. છેલ્લા ત્રણ માસમાં સાયણ અને ઓલપાડ ટાઉનમાં અનેક ચોરીઓની ઘટના બની છે. ચોરીને અંજામ આપતી ચોર ટોળકી હાથમાં હથિયાર અને બુકાની સાથે સીસીટીવીમાં દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાર લઈને ચોરીને અંજામ આપવા આવતી ટોળકી ખલીપોર ગામે દેખાતા સ્થાનિકોએ પંથકમાં સત્વરે નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી.

મહત્વનું છે કે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કાગળ પર કરતી હોય તેવું લાગી રહ્યું છે. તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તદ્દન પડી ભાંગી છે, તેવું દ્રશ્ય ખડું થયું છે. જો કે સ્થાનિકોની માગ છે કે સત્વરે પોલીસ પેટ્રોલ સઘન બનાવવામાં આવે તેમજ ચોરીની ઘટનાને અટકાવવા માટે પોલીસ ખાસ પ્લાન ઘડી કાઢે.

READ ALSO

Related posts

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

Pravin Makwana

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

કોરોનાનું એપી સેન્ટર: 76 દિવસના લોકડાઉન બાદ આવતી કાલથી વુહાનને મળશે મુક્તિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!