GSTV
Home » News » 30થી 40 હજાર નોકરિયાતોની નોકરી પર ખતરો, આ સેક્ટરમાં ભયાનક છે મંદી

30થી 40 હજાર નોકરિયાતોની નોકરી પર ખતરો, આ સેક્ટરમાં ભયાનક છે મંદી

ભારતમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીને પગલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓના કર્મચારીઓની નોકરી ઉપર છટણીની તલવાર લટકી રહી છે. દેશની ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ બિઝનેસમાં પ્રવર્તી રહેલી મંદીને લીધે ચાલુ વર્ષ મિડ લેવલના 30થી 40 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.  આઇટી સેક્ટરના દિગ્ગજ મોહનદાસ પાઇ એ જણાવ્યું કે, પરિપક્વ ઉદ્યોગમાં દર પાંચ વર્ષે આવી સ્થિતિ એકવાર સર્જાતી હોય છે. પશ્ચિમના દેશોમાં તમામ ઔદ્યોગિક ક્ષેત્રોમાં આવી સ્થિતિ સર્જાય છે. ભારતમાં પણ જ્યાં કોઇ ક્ષેત્રે પરિપક્વ થઇ જાય છે.

ત્યારે ત્યાં મધ્યમ સ્તરના ઘણા કર્મચારીઓ એવા હોય છે જેઓ મળી રહેલા પગાર અનુસાર મૂલ્ય વર્ધતી કરી શકતા નથી.  તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે કંપનીઓ ઝડપથી વૃદ્ધિ કરતી હોય ત્યારે બઢતી થતી હોય છે પરંતુ જ્યારે તેમાં નરમાઇ કે મંદીનો માહોલ સર્જાય છે

ત્યારે ઉંચા સ્તરે રહેલા અધિકારીઓ-કર્મચારીઓ જેઓ તગડો પગાર લેતા હોય છે તેમની સંખ્યા વધી જાય છે. એવી પરિસ્થિતિમાં કંપનીઓએ સમય-સમય પર પોતાના કાર્યબળનું પુનઃગઠન કરવું પડે છે અને કર્મચારીઓની છટણી કરવાની ફરજ પડે છે.  આરિન કેપિટલ એન્ડ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસિસના ચેરમેન પાઇ એ કહ્યું કે, આ ઘટના દર પાંચ વર્ષે ઘટતી હોય છે, જ્યાં સુધી તમે તે મુજબ પ્રદર્શન નહી કરો તો આટલા તગડા પગારનો કોઇ અર્થ નથી, તમારે પગાર અનુસાર કામગીરી કરવી પડશે. મિડ-લેવલ કેટલી સંખ્યામાં કર્મચારીઓની છટણી થઇ શકે છે એવા પ્રશ્નના જવાબમાં મોહનદાસ પાઇએ કહ્યું કે, સમગ્ર આઇટી ઉદ્યોગમાં લગભગ 30,000થી 40,000 કર્મચારીઓની છટણી થઇ શકે છે, જો કે નોકરી ગુમાવનાર 80 ટકા લોકો માટે પણ રોજગારીની તકો હશે પણ શરત એ કે તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત હોવા જોઇએ.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!