GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રૂપાણીની સુરતીઓને સીધી ધમકી, આ નિયમોનું પાલન કરો નહીં તો બંધ કરાવી દઈશ

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવતાં ફરીથીલોક ડાઉનની અફવા ચાલી હતી તેનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, લોકડાઉન નહી આવે પરંતુ જે વિસ્તારમાં કેસ વધશે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગમાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે જો તકેદારી રાખવામાં નહી આવે અને નિયમોનં પાલન ન થાય તો ફેક્ટરી અને બજાર બંધ કરાવી દેવામાં આવશે. આ ઉપરાતં મુખ્યમંત્રીએ લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું , સુરતમાં હાલ ડાયમંડ અને ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ચુંટાયેલા પ્રતિનિધિ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો વચ્ચે બેઠક થશે અને આ ઉદ્યોગમાં સંક્રમણ અટકાવવા માટે ક્યા પ્રકારે કામગીરી થાય તેનો નિર્ણય કરવો પડશે.

કાપડ- હીરા ઈન્ડસ્ટ્રીઝ અને બજારો કઈ રીતે ચલાવવાના તેનું પ્લાનીંગ કરાશે

સુરતમાં કાપડ- હીરા ઈન્ડસ્ટ્રીઝ અને બજારો કઈ રીતે ચલાવવાના છે તે માટેનું પ્લાનીંગ કરવામા આવશે. હીરા અને કાપડ ઉદ્યોગને સંક્રમણ ન વધે તે માટે નિયમ મુજબ ચલાવવું પડશ અને તો જ આગળ પણ વધીશું. પરંતુ જો આ બન્ને ઉદ્યોગ અને બજારોમાં નિયમોનો ભંગ થશે અને સંક્રમણ વધશે તો કોઈ પણ બજાર કે કોઈ પણ ઉદ્યોગ કે કારખાનું બંધ કરી દેવામાં આવશે. આ બન્ને જગ્યાએથી સંક્રમણ વધે છે તે હકીકત છે અને તે ન વધે તેની જવાબદારી આપણા બધાની છે. આપણા કારણે શહેરમાં સંક્રમણ ન વધે તેવી રીતે જ કામગીરી કરવાની છે અને તેથી જ મીટીંગ બાદ સોમવારે આ ઉદ્યોગો માટેનો નિર્ણય કરવામાં આવશે. હીરાનીફેક્ટરી,કારખાના અને ટેક્ષટાઈલ માર્કેટમાંથી સંક્રમણ ન વધે તે માટે કઈ રીતે કામગીરી કરવી તેનું આયોજન કરાશે. પરંતુ સરકાર સંક્રમણ ન વધે તે માટે મક્કમ છે કોઈ પણ જગ્યાએથી સંક્રમણ વધતું હોય તો તેને કોઈ પણ હિસાબે નિયંત્રિત કરવું જ પડશે.હાલમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી લોક ડાઉન લાગશે કે કેમ? તે પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ફરીથી લોક ડાઉન લાગે તેવી કોઈ પ્રકારની શક્યતા નથી. તેઓએ કહ્યું હતું કે કોરોનાની વચ્ચે જ આપણે બધાએ કામ કરવાનું છે અને જાન ભી હૈ જહાનભી હૈની જેમ તકેદારી પણ રાખવાની છે. કોઈ જગ્યાએ કેસમાં વધારો થાય તો માઈક્રો કન્ટેન્ટેન્ટમેન્ટ કરવામાં આવશે પરંતુ પુરૂ લોક ડાઉન કરવા માટે કોઈ પ્રકારની વિચારણા ચાલતી નથી.

સરકાર નિયમ કડક બનાવશે, જેટલીવાર માસ્ક ન પહેરે એટલી વાર 200 રૂપિયા દંડ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે ત્યારે પ્રજા પાસે પણ સહકારની અપેક્ષા રાખળામા ંઆવે છે. તેઓએ પ્રજાને વિનંતી કરતાં કહ્યું હતું કે, કોરોનાના સંક્રમણ સામે લાંબી લડાઈ છે. જેના કારણે તમામ લોકોએ ફરજ્યાત માસ્ક પહેરવું પડશે માસ્ક ન પહેરનાર સામે સરકાર કડક હાથે કામગીરી કરશે. માસ્ક માટે સરકાર મોટા પ્રમાણમાં ચેકીંગ કરશે અને જેટલી વાર માસ્ક વિના લોકો નજરે પડશે તેટલી વાર બસો રૂપિયાનો દંડ કરવામાં આવશે. સરકાર માસ્કનો નિયમનો કડક હાથે પાલન કરાવવા જઈ રહી હોવાથી લોકોને માસ્ક વિના બહાર ન નિકળવા માટે વિનંતી કરી હતી. ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝ કરવું અને માસ્ક પહેરવું તેને આપણે જીવનનો ક્રમ બનાવવો પડશે કારણ કે લડાઈ લાંબી છે. એટલા માટે જ સુરતના લોકોને વિનંતી છે કે માસ્ક અને હેન્ડ વોશના નિયમનું કડકાઈથી પાલન થાય તે જરૂરી છે.

કોવિડના દર્દી પરિવાર સાથે વાત કરે તે માટે મોબાઈલની છુટ

કોરોનાનો દર્દી પોતાના પરિવાર સાથે સંકલન કરી શકે તે માટે તેને મોબાઈલની છુટ આપી છે. આ છુટના કારણે દર્દી તથા સગાંઓની ચિંતામાં પણ ઘટાડો થઈ શકે તેમ છે. આ ઉપરાંત જે દર્દીઓ પાસે ફોનની સુવિધા નથી તેવા લોકો માટે પણ સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે.સિવિલ હોસ્પીટલમાં કોવિડ વોર્ડમાં એક અલગ કાઉન્ટર ઉભુ કરવામાં આવશે જ્યાં વર્કર પાસેના મોબાઈલથી દર્દીને તેમના સગાં સાથે વાત કરાવવામાં આવશે જેથી દર્દી અને પરિવાર વચ્ચે સંકલન જળવાઈ રહે.

કોવિડની ફરિયાદ સરકાર ગંભીરતાથી લઈ રહી છે

કોવિડની સારવાર અંગે અનેક ફરિયાદ આવી રહી છે પરંતુ તેના પર કોઈ પગલાં ભરાતા નથી તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ ંહતું કે, નાની મોટી અનેક ફરિયાદ આવી રહી છે અને સંરકાર તમામ ફરિયાદને ગંભીરતાથી લઈને તેના નિવારણ માટેની કામગીરી કરી રહીછે. સરકાર સિવિલ હોસ્પીટલ કે જ્યાં વધુ દર્દી આવતાં હોય ત્યાં કોઈ પણ ફરિયાદ ન આવે તે મુજબની વ્યસ્થા કરવા માગે છે પગલાં લેવા જરૂરી હશે ત્યાં પગલાં લેવામાં આવશે. તમામ ફરિયાદનું વિશ્લેષણ કરીશું અને અને તમામ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે.

ધન્વન્તરી રથની કામગીરી વધુ અસરકારક બનશે

અમદાવાદની જેમ સુરતમાં પણ 100થી વધુ રથ તે 500થી વધુ જગ્યાએ કલાક બે કલાક ઉભા રહી લોકોના ઘર આંગણે સારવાર આપે તે કામગીરી શરૂ કરી છે. એક એક રથમાં 100થી 150 દર્દીનો તપાસી તેની સારવાર કરવામાં આવે તો રોજના બારથી પંદર હજાર દર્દીઓને સારવાર આપી કોરોનાને રોકી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં 104 નંબર ડાયલ કરે એટલે સરકારની ડોક્ટર સાથેની સરકારની ગાડી દર્દીના ઘરે જઈ અને તેને તપાસ કરશે અને વધુ સારવારની જરૂર જણાય તો રિફર પણ કરશે.

READ ALSO

Related posts

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!