GSTV
India News Trending ટોપ સ્ટોરી

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર આ ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેના પછી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મુંબઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધમકીભર્યો ફોન સવારે 12.57 વાગ્યે અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પરિવારના નામે પણ ધમકી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલની લેન્ડ લાઈન પર કૉલ આવ્યો હતો અને કૉલરે અંબાણી પરિવારને ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

READ ALSO

Related posts

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi

મનના હારનારા હાર છે, મનના જીતનારાઓ જીત, જાણો નિષ્ફળતા સાથે જોડાયેલા અમૂલ્ય પાઠ

Kaushal Pancholi

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah
GSTV