કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને મંગળવારે, દેશવ્યાપી કોવિડ -19 નિવારણ પગલાંની અવધિ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે અને રાજ્યોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 25 નવેમ્બરના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આપવામાં આવેલ એડ્વાઇઝરીનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. આ એડ્વાઇઝરીમાં તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક દેખરેખ અને સ્ક્રીનિંગની ભલામણ કરવામાં આવી છે.