GSTV
India News Trending

PM મોદી અને મનોજ તિવારીને મળી મોતને ઘાટ ઉતારવાની ધમકી, ફોન પર આવ્યો મેસેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને મોતને ઘાટ ઉતારવાની ધમકી મળી હતી. આ પ્રકારની ધમકી શુક્રવારે બપોરે 12 વાગીને 52 મિનીટ પર મનોજ તિવારીના મોબાઈલ પર મેસેજ કરીને આપવામાં આવી હતી.

આ પ્રકારની ધમકી બાદ મનોજ તિવારીએ પોલીસ ફરિયાદ પણ કરી છે. જે બાદ પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે,  આ પહેલા પણ મનોજ તિવારીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાએ ગોળી મારવાની ધમકી આપી હતી. 

જ્યારે પીએમ  મોદી કેરળના પ્રવાસે ગયા ત્યારે પણ તેમને ધમકી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવાયુરર મંદિરમાં એક પત્ર લખીને આ ધમકી  આપવામાં આવી હતી. 

જે બાદ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, શ્રીલંકામાં થયેલાં આતંકી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓ બહુજ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છેકે, ભારતમાં પણ આતંકી હુમલાઓને અંજામ આપવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આ જ કારણે કોઈ પણ પ્રકારની ધમકીને સામાન્ય લેવી જોઈએ નહી.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV