GSTV

હેવાનિયત/ બાળકને એક મહિના સુધી બંધક બનાવી આચર્યું દુષ્કર્મ, ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખ્યું, સીગરેટથી આપ્યા ડામ

રાજસ્થાનમાં એકવાર ફરીથી માણસાઈને ભૂંડી બતાવે તેવી ઘટના સામે આવી છે. બિકાનેર જિલ્લાના બજ્જૂ વિસ્તારમાં ચાર હવસોએ હેવાનિયતને પાર કરી દીધી છે. પહેલા તો ચારેય પાડોશીઓએ મળીને એક 15 વર્ષના નાબાલિગનું અપહરણ કર્યું, ફરી એક મહિના સુધી બંધક કરીને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા.

જબરદસ્તી દારૂ પીવડાવી મારપીટ કરી

જાણકારી મુજબ પીડિતની માએ પોલિસને જણાવ્યું કે ગત 5 ડિસેમ્બરે તેનો 15 વર્ષનો દિકરો પોતાના નાનાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેના પડોશી જસરાજ બિશ્નોઈ, તેના સંબંધીઓ હરિશ, સોમરાજ, અને વિકાસે તેનું અપહરણ કરી લીધું. અને તેને પીકઅપમાં બેસાડીને લૂણકરણસર લઈ ગયા. રસ્તામાં આરોપીઓએ તેને જબરદસ્તી શરાબ પિવડાવીને મારપીટ કરી. આ દરમિયાન તેમણે નાબાલિગને ખૂબજ યાતનાઓ પણ આપી.

બાળકને 1 મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

ફરિયાદ મુજબ આ હલકટ હવશખોરોએ બાળકના ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખ્યું અને તેની સાથે સિગરેટથી પણ ડામ આપ્યા. આ પછીથી ચારે આરોપીઓએ લૂણકરણસર સ્થિત જંભેશ્વર ભાદુ ભાઈ ભાઈ હોટલમાં નાબાલગ સાથે કુકર્મ કર્યું. જ્યારે તેની ફરિયાદ કરવામાં આવી તો આરોપીઓએ બાળકની મા અને પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી. જાણકારી મુજબ આ બાળકની એક મહિના સુધી તેમની નિગરાનીમાં રહ્યો. જ્યારે 4 જાન્યુઆરીના તે કોઈ પણ રીતે આ ચાર હવસખોરોની ચુંગાલમાંથી ભાગી છૂટ્યો તો આ ઘટનાનો ખુલાસો થયો.

આરોપી અને પીડિતના પરિવારોમાં જૂની દુશ્મની

હવે જઈને પીડિત બાળકની માએ બૈજ્જૂ પોલિસ સ્ટેશનમાં ચારે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. પોલિસ દ્વાર આ ઘટનામાં ફરિયાદ બાદ તપાસ ચાલુ છે. બિકાનેર એસપી પ્રીતિ ચંદાએ કહ્યું કે આરોપી અને પીડિતના પરિવારોમાં જૂની દુશ્મની છે. અમારી પ્રાથમિક તપાસમાં આ બાબતની ખબર પડી છે કે બાળકના ગુપ્તાંગો અને અન્ય ભાગો પર કેટલીક સામાન્ય ઈજાઓ થઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા

Pravin Makwana

વાહ ! ભારતમાં ઈન્ટરનેટ સેવા આપશે એલન મસ્કની કંપની starlink, આવી રીતે કરો રજીસ્ટ્રેશન

Mansi Patel

ઝટકો/ ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી, આ ધારાસભ્ય હાર્યા નગરપાલિકાની ચૂંટણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!