GSTV
Home » News » પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

પુરાતત્ત્વવિદોએ ખોદકામ દરમ્યાન પાકિસ્તાનમાં ત્રણ હજાર વર્ષ જૂનું શહેર શોધી કાઢ્યું છે. આ શહેરમાં હિન્દુ મંદિરોના પુરાવા પણ મળી આવ્યા છે. ઇટાલી અને પાકિસ્તાનના પુરાતત્ત્વવિદો દ્વારા સંયુક્ત ખોદકામ દ્વારા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ત્રણ હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખોદકામમાં મળેલા શહેરના અવશેષો એલેક્ઝાન્ડરના યુગના છે.

ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના સ્વાત જિલ્લાની બરીકોટ તહસિલમાં શોધાયેલું આ શહેરનું નામ બજીરા છે. નોંધનીય છે કે આ પ્રાંતના ખોદકામ દરમિયાન પહેલા પણ પાંચ હજાર વર્ષ પહેલાં પણ ભૂતકાળમાં સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. જ્યારે નવી શોધમાં ત્તકાલીન સમયનાં હિન્દુ મંદિરો, સિક્કા, સ્તૂપોં, વાસણો અને શસ્ત્રોના પુરાવા પણ મળ્યા છે.

પુરાતત્ત્વવિદોનું માનવું છે કે 326 ઈસા પૂર્વમાં સિંકદર તેની સેના સાથે અહિંયા આ પ્રદેશમાં આવ્યો હતો. અને તેણે ઓડીગ્રામ ક્ષેત્રમાં પોતાનાં વિરોધિયોને કરારી હાર આપીને બજીરા શહેર અને એક કિલ્લે સ્થાપિત કર્યો હતો. વિશેષજ્ઞોને શહેરમાં સિંકદરનાં આગમનથી પણ પહેલાની વસ્તીનાં સબૂતો મળ્યા છે.આ પ્રદેશમાં સિંકદરનાં આગમન પહેલાં ભારતીય-યૂનાની , બુદ્ધમત, હિંદુ શાહી સમુદાયનાં લોકો આ શહેરમાં વસવાટ કરતા હતા.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!