GSTV

ભાજપ અને ટીએમસીએ ડિઝીટલ યુગમાં ટપાલને લીલા લહેર કરાવી દીધા, કલકત્તા પોસ્ટઓફિસને જય શ્રીરામ લખેલા 5000 પોસ્ટકાર્ડ મળ્યા

Last Updated on June 7, 2019 by Mayur

જય શ્રી રામ’ ના નારાથી ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ભાજપે ‘જય શ્રી રામ’ લખેલા પોસ્ટકાર્ડ મોકલવાની જાહેરાત કરી હતી. તેની સામે ટીએમસીએ પણ ‘જય બાંગ્લા, જય હિંદ’ લખેલા પોસ્ટકાર્ડ લખવાનુ નક્કી કર્યુ હતુ.

જોકે આ બંને પક્ષોની લડાઈમાં મરો પોસ્ટ ઓફિસના કર્મચારીઓનો થાય તેમ લાગી રહ્યુ છે. મમતા બેનરજીનુ નિવાસ્થાન સાઉથ કોલકાતામાં છે અને આ વિસ્તાર જેના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે કાલીઘાટ પોસ્ટ ઓફિસના કર્મચારીઓનુ કામ વધી ગયુ છે.

પોસ્ટ ઓફિસમાં મમતા બેનરજીના નિવાસસ્થાનના સરનામા સાથે ‘જય શ્રી રામ’ લખેલા હજારો પોસ્ટ કાર્ડના ઢગલા ખડકાઈ રહ્યા છે. કાલીઘાટ પોસ્ટ ઓફિસે ખાસ મમતા બેનરજીના નિવાસ સ્થાન માટે એક પોસ્ટમેનની તૈનાતી કરેલી છે. રોજે રોજ લગભગ 4000 થી 5000 પોસ્ટ કાર્ડ પોસ્ટ ઓફિસને મળી રહ્યા છે.

જોકે હવે તૃણમુલ કોંગ્રેસ એટેલે કે ટીએમસીએ પણ પોતાના કાર્યકરોને આપેલી સૂચના બાદ ‘જય બાંગ્લા અને જય હિન્દ’ લખેલા પોસ્ટકાર્ડ પીએમ ને લખવાનુ શરૂ કરાયુ છે. રોજે રોજ 8000 પોસ્ટકાર્ડ પીએમને મોકલાઈ રહ્યા હોવાનો પાર્ટીનો દાવો છે.

READ ALSO

Related posts

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!