GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

લોકડાઉનના ધજાગરા ઉડ્યા, કોરોના રોકવાનો તો દૂર વધી જશે જોરદાર કેસો

રાજધાની દિલ્હીમાં વસતા હજારો પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે.  દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન પર રાત્રે હજારોની સંખ્યામાં શ્રમિકો એકત્ર થયા હતા. બસ સ્ટેન્ડ પર જાણે કે કિડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દિલ્હીમાં રહી પેટીયું રળતા ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢના અસંખ્ય લોકોએ તેમના વતન હિજરત શરૂ કરી છે. જેના કારણે આનંદ વિહાર સ્ટેશન પર પગ મુકવાની પણ જગ્યા ન રહી હતી.

ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ શ્રમિકોને પરત લાવવા બસની ખાસ વ્યવસ્થા તો કરી છે. પરંતુ વતન તરફ એટલા લોકોનો ધસારો થઇ રહ્યો છે કે તમામ બસો પણ ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઇને જઇ રહી છે. આમ તો સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેમ છતાં દરેક રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં પરપ્રાંતિયોએ વતન હિજરત શરૂ કરી છે. સરકારે તેમના રહેવાથી લઇને જમવા સુધીની તમામ વ્યવસ્થા કરી હોવા છતાં લોકોને વતન તરફ ધસારો સતત વધી રહ્યો છે. જેના કારણે સરવાળે કોરોના વાયરસ વધુ ફેલાવવાની દહેશત વ્યક્ત થઇ રહી છે.

READ ALSO

Related posts

Skin care Tips : સ્કિનની આ 5 સમસ્યાઓને દૂર કરે છે ગુણકારી ફુદીનો

pratik shah

વજન ઘટાડવામાં રામબાણ ઈલાજ છે આ જ્યૂસ, નિયમિત સેવનથી આંખોની રોશનીમાં પણ થશે વધારો

Ankita Trada

આ પાકિસ્તાની બેટ્સમેન બુમરાહ સામે રમવા માટે બેબાકળો બની ગયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!