GSTV

મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે સોમનાથમાં ભક્તોનું કિડીયારૂ ઉમટ્યું

આજે મહાશિવરાત્રિનું મહા પર્વ છે. ત્યારે આજે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે. સોમનાથ દાદાને પાઘડીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ટ્રસ્ટી પી.કે લહેર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા ધ્વજારોહણ સહિત પૂજા-અર્ચન કરવામાં આવ્યા છે. આજે ગુજરાત સહિત દેશભરના શિવાલયો ભક્તોના હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે.

ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

મહાશિવરાત્રીએ  શિવ-પુજન, શિવ-અભિષેક, રૂદ્રી તેમજ લઘુરૂદ્રનો અનેરો મહિમા હોય છે. આજે આખો દિવસ ભક્તો ભોળાનાથની આરાધના કરી તેમને ધતુરાનાં ફૂલ. બીલીપત્ર તથા ભાંગની પ્રસાદી ધરાવી તેમને રિઝવવામાં આવી રહ્યા છે. તમામ શિવાલયોમાં રોશની. શણગાર તેમજ મહાઆરતીના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે મહાશિવરાત્રિ નિમિતે સળંગ 42 કલાક ભોળાનાથના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Read Also

Related posts

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કથાકાર રમેશભાઇ ઓઝા સાથે પણ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી

pratik shah

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!