GSTV

એ આવ્યા હો, આ સમાચાર જાણીને ગુજરાતના હજારો ખેડૂતોનું બ્લડપ્રેશર વધી જશે

પહેલાં કમોસમી વરસાદ અને પછી તીડે ગુજરાતનાં ખેડૂતોની કફોડી હાલત કરી છે ત્યારે હવે ફરી પાછા તીડ આવી શકે છે. સરહદી જીલ્લા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરીથી સક્રિય થયુ છે.

બનાસકાંઠા જિલ્લામાં અગાઉ તીડે એવો ઉપદ્રવ મચાવ્યો હતો કે, રૂપાણી સરકારના અધિકારીઓ અને મંત્રીઓએ દોડી જવું પડ્યું હતું. માંડ આ જિલ્લાએ આ ત્રાસમાંથી છૂટકારો મેળવ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ઉપદ્વવ સમયે સરકારે કરેલા સરવે દરમિયાન સામે આવ્યું છે કે, 15 તાલુકાના 285 ગામના ખેડૂતોને નુકશાન થયું છે. બનાસકાંઠામાં 13 અને પાટણ જિલાના બે તાલુકાના 5 ગામમાં નુકસાન થયું છે. બનાસકાંઠાના 280 પાટણ 5 ગામમાં નુકસાન થયું છે. પ્રતિ હેકટર 18,500 રૂપિયા સહાય ચુકવવામાં આવશે.

બનાસકાંઠાના 24,472  હેકટરને નુકસાન થયું છે. પાટણ જિલાના 5 ગામની 750 હેકટર જમીન પરના પાકમાં નુકસાન થયું છે.  31.50 કરોડ જેટલી રકમ સહાય માટે ચુકવવામાં આવશે. જેનો લાભ 11 હજાર ખેડૂતોને સહાયનો લાભ મળવાનો છે.

તીડનું ઝુંડ નાડાબેટ ઝીરો પોઈન્ટ પર પહોંચ્યુ હતું. પાકિસ્તાનથી ફરી એકવાર તીડ ગુજરાતમાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની 2 ટીમો બોર્ડર પર સક્રીય છે. પવનની દિશા જોતા તીડ નડાબેટ અથવા કચ્છનાં રણમાં જાય એવી સંભાવના છે.

READ ALSO

Related posts

બેંગલોરની ટીમે ફરીથી નવી જોડી ઉતારી, ટીમ આ રેકોર્ડ સર્જી ચૂકી છે

Mansi Patel

આ દેશની સરકારની છે અનોખી સ્કીમ, જે પણ લગ્ન કરે તેને મળે છે 4.20 લાખ રૂપિયા

Ankita Trada

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!