GSTV
Home » News » કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

કચ્છ જેવા દુર્ગમ અને રણ પ્રદેશમાં સ્થાનિક લોકો અને અકુશળ કારીગરો માટે રોજગારની ખાસ્સી સમસ્યા રહેલી છે. જો કે કચ્છમાં આવેલા ભૂકંપ બાદ અનેક ઉદ્યોગ ગૃહોએ કચ્છમાં રોકાણ કરી રોજગારની અનેક તકો ઉપલબ્ધ કરી છે. જેમાં કચ્છમાં મીઠાનાં અગરો અને તેને સંબંધિત અનેક ઉદ્યોગો આવેલા છે. મીઠાનાં ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં પરિવહન સેવાની જરૂર પડે છે.   

કચ્છનાં ગાંધીધામ જેવા ઉદ્યોગ નગરીમાં અનેક કારખાના, ફેકટરી અને ખાનગી કંપનીઓ આવેલી છે. જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારની અનેક તકોનું સર્જન કરે છે. જેમાં આર્ચીઅન કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપની પણ તે પૈકીની એક છે, જે છેલ્લા 10 વર્ષથી 3000 કરતા વધુ  લોકોને રોજગારી આપવાનું કામ કરે છે. જેમાં મહત્તમ અકુશળ માનવશક્તિને રોજગારી આપવાનું કંપની કાર્ય કરી રહી છે. જો કે આ કંપનીનો મુખ્ય વ્યવસાય મીઠાનાં ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. જેમાં વિપુલ પ્રમાણમાં પરિવહન સેવાની જરૂર પડે છે. જેમાં કંપનીએ આઉટસોર્સીંગનો રસ્તો અપનાવ્યો છે. જેમાં અનેક કામદારો, ટ્રાન્સપોર્ટરો, કોન્ટ્રાક્ટરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરિવહન સેવામાં વાહન ચલાવવામાં શામેલ થશે.  

હજારો લોકોને રોજગારી આપતા આ ધંધાને જાણે કોઇની બુરી નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાનાં કહેવાતા એસોસિએશન દ્વારા ટ્રક માલિકો, કામદારો, ટ્રાન્સપોર્ટરો, કોન્ટ્રાક્ટરોને ધાક-ધમકી આપવામાં આવી રહી છે. જેને લઇને વારંવાર કંપનીનું કામકાજ ખોરંભે ચડે છે. કંપનીનું પુરતુ ઉત્પાદન ન થવાને કારણે કંપનીને ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને કંપની મેનેજમેન્ટ દ્વારા અનેક વખત સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું છે. તેમ છતાં ટ્રાન્સપોર્ટરોની અયોગ્ય માગને કારણે કર્મચારીઓ અને કંપનીને વ્યાપક નુક્સાન થયું છે. તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કંપનીની શાખને દાગ લાગવાની ભીતિ છે.

જે અનુસંધાને ટ્રાન્સપોર્ટરોનાં કહેવાતા કંપનીનાં એસોસિએશન દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા વારંવાર કામ બંધ કરવાની ફરજ પડી છે, પરિણામે આર્ચિઅન કંપનીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આર્ચિઅન કંપનીએ ખુલાસો કરતા કહ્યું કે અમારે ત્યાં કામ કરતા તમામ ટ્રક માલિક, ટ્રાન્સપોર્ટર, કોન્ટ્રાક્ટર અને કામદારોને પુરતું વેતન આપવામા આવતું હતું છતાં પણ કામગીરી અટકાવવા માટે ધમકી આપીને નિયંત્રણ આપવાનો પ્રયાસ કહેવાતા એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.

 આ અનુસંધાને કંપનીએ મીઠા પરિવહનની તમામ પ્રવૃતિઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો આગામી સમયમાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહિં આવે તો હજારો લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે.

આ અંગે કંપનીની અપીલ

1.સ્થાનિક વહિવટ આગળ આવે અને ભવિષ્યમાં વ્યવસાયને સરળતાથી ચલાવવા માટે સમાધાન કરવા માટે સામેલ થાય.

2. સહયોગી ટ્રાન્સપોટર્સ ભવિષ્યમાં કોઈ અવરોધ વિના (કંપની-ટ્રાન્સપોર્ટર્સ) આપણા બંનેના હિત માટે વ્યવસાય ચલાવવા માટે ભાવના સાથે આગળ આવે.

3. વ્યવસાયને સુવ્યવસ્થિત પણે ચલાવવા માટે કંપની વિવિધ પગલા ભરવા માટે યુક્ત રહેશે.

READ ALSO

Related posts

ઓ બાપ રે ટ્રમ્પના રોડ શોમાં અમદાવાદીઓ તો જવા દો રૂપાણીના કાફલાને પણ નો એન્ટ્રી, તો પણ નમસ્તે ટ્રમ્પ

Mayur

યુએસ પ્રમુખની સુરક્ષામાં દરરોજનાં 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે અમેરિકા, સિક્રેટ સર્વિસનો દર ક્લાકનો ખર્ચ કરોડોમાં

pratik shah

50 લાખ…. 70 લાખ…. અને હવે 1 કરોડ…. દિન પ્રતિદિન અમદાવાદની વસતિમાં વધારો કરતાં ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!