GSTV

કોરોના મહામારી વચ્ચે દેશ સામે બર્ડ ફ્લૂનો નવો ખતરો, અનેક રાજ્યોમાં સામે આવ્યા લાખો કેસ

બર્ડ

Last Updated on January 3, 2021 by pratik shah

દુનિયાભરમાં વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ યથાવત છે. તેવામાં હવે દેશ સામે બર્ડ ફ્લૂ વાયરસનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે. અહીં કુલ એક હજારથી વધુ પક્ષીઓના બર્ડ ફ્લૂના કારણે મોત થયા છે. ચિંતાની વાત એ છે કે બર્ડ ફ્લૂ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

બર્ડ ફ્લૂ

રાજસ્થાનના જુદા જુદા જિલ્લામાં છેલ્લા આઠ દિવસોમાં કાગડાઓના મોતનો સિલસિલો યથાવત છે. કાગડાઓના સતત મોતથી રાજ્યના તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. રાજ્યના પશુપાલન પ્રધાન લાલચંદ કટારિયાએ કહ્યું કે રાજ્યમાં બર્ડ ફ્લૂના ખતરાને ગંભીરતાથી લેતા સંબંધિત અધિકારીઓને તાત્કાલીક પગલા ભરવા માટેના નિર્દેશ આપી દેવાયા છે. કટારિયાએ કહ્યું કે સમગ્ર સ્થિતિ પર અમારી નજર છે. તો બીજી તરફ રાજસ્થાનના મુખ્ય સચિવ કુંજીલાલ મીણાએ કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં કોટામાં 47 કાગડા, ઝાલાવાડમાં 100 કાગડા, બારાંમાં 72 કાગડાના મોત નિપજ્યા છે.

તો મધ્યપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક દેતા  દહેશતનો માહોલ છે. રાજસ્થાન બાદ મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ મોટી સંખ્યામાં મૃત હાલતમાં કાગડા મળી આવ્યા છે. જેમાં બર્ડ ફ્લૂ વાયરસના લક્ષણ મળી આવ્યા છે. ઇન્દોરની ડેલી કોલેજમાં કાગડાઓના ટપોટપ મોત થઇ રહ્યા છે અને જેમાંથી ઘણા કાગડાઓના મોતનું કારણ H-ફાઇવ-N-એઇટ એવિયન ઇન્ફ્લૂએન્જા બર્ડ ફ્લૂ વાયરસ છે. જો કે હાલમાં જે વાયરસથી મોત થયા છે. તે માત્ર કાગડા સુધી જ સિમિત છે. ઇન્દોરની ડેલી કોલેજમાં અત્યાર સુધીમાં 83થી વધુ કાગડાઓના મોત થયા છે. કોલેજમાં 29 ડિસેમ્બરે કાગડાઓની પહેલો મામલો સામે આવ્યો હતો. તેમના સેમ્પલ ભોપાલ સ્થિત પ્રયોગશાળામાં મોકલી દેવાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!