GSTV
Home » News » મોદી સરકાર માથે વધ્યું એક ટેન્શન, અાજ અને આવતીકાલ સરકાર માટે ભારે

મોદી સરકાર માથે વધ્યું એક ટેન્શન, અાજ અને આવતીકાલ સરકાર માટે ભારે

કૃષિલક્ષી દેવામાફીની માગણી સહિતના મુદ્દે આજે રાજધાની દિલ્હીમાં દેશભરમાંથી ખેડૂતો એકત્રિત થવાના છે.અને આવતીકાલે ખેડૂતો સંસદ તરફ કૂચ કરવાના છે.આજે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થશે. આવતીકાલે ખેડૂતો સંસદ માર્ચ કરીને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ પર ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી પણ કરશે.

દિલ્હીના રામ લિલા મેદાનમાં રાતથી જ ખેડૂતોની આ રેલી માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. રેલવેની મદદથી હજારો ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા, ટેકાના ભાવ, સિંચાઇની સુવિધા, વૃદ્ધ ખેડૂતોને પેંશન જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો પોતાની માગ સરકાર સમક્ષ મુકશે. દેશના ઇતિહાસમાં પહેલી વખત ૨૦૮ જેટલા ખેડૂત સંગઠનો મળી ૨૯મી નવેમ્બરે દિલ્હીમાં એક મંચ પર આવશે. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે.

આજે સાંજે એક શામ કિસાન કે નામ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે ખેડૂતો વિશાળ સંખ્યામાં રામલીલા મેદાનથી સંસદ સુધી એક વિશાળ માર્ચ કાઢી બંડ પોકારશે.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી,પશ્ચિમ બંગાળ, આંધ્ર,કેરળના મુખ્ય પ્રધાનોને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. તેથી તેઓ પણ આ રેલીમાં જોડાશે.

ભૂતપૂર્વ સાંસદ મોલ્લાહે જણાવ્યુ છે કે ખેડૂત સંગઠનોની મુખ્ય માગણી કૃષિ ક્ષેત્રની વિભિન્ન સમસ્યાઓથી મુક્તિ માટે સંસદમાંથી કિસાન મુક્તિ વિધેયક પારીત કરાવવાની છે. તેના માટે તાજેતરમાં ખેડૂત સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલા બે ખરડાના મુસદ્દાને કાયદાકીય રીતે પારીત કરાવાવિના છે. જેમાં પહેલા ખરડામાં ખેડૂતોને વ્યાજની મુક્તિ સંબંધિત જોગવાઈઓ છે.તો બીજા ખરડામાં કૃષિ ઉત્પાદનોના લઘુત્તમ ટેકાના અભાવ ઉપલબ્ધ કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવાની બાબતો સામેલ કર્યો છે.

Related posts

આંધ્રનાં સીએમ જગનમોહન પહોંચ્યા અમેરિકા, ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા કરી અપીલ

Path Shah

રક્ષામંત્રી રાજનાથના પરમાણુવાળા નિવેદન બાદ પાકિસ્તાનનું આવ્યુ આ નિવેદન

Kaushik Bavishi

ભારત અને ભૂટાન વચ્ચે 9 MOU પર થયા હસ્તાક્ષર, નવા રાજકીય સંબધોનો થશે ઉદય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!