GSTV
Home » News » ભાજપ 303 બેઠક એકલા હાથે જીતી હોવા છતાં આ કારણે સહયોગી દળોને સરકારમાં આપશે સ્થાન

ભાજપ 303 બેઠક એકલા હાથે જીતી હોવા છતાં આ કારણે સહયોગી દળોને સરકારમાં આપશે સ્થાન

2014માં પીએમ મોદીએ બહુમત હોવા છતાં તેમના પ્રધાન મંડળમાં સહયોગી પક્ષે પણ સરકારમાં સમાવ્યા હતા. અને આ વખતે રેકોર્ડ બ્રેક બેઠક જીતવા છતાં પણ સહયોગી પક્ષોને સરકારમાં સમાવ્યા છે. રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ઓછું છે તેથી નુકસાન ન ઉઠાવવું પડે તે માટે ભાજપને સહયોગી દળને સરકારમાં સમાવવા પડે તેવી સ્થિતિ છે.

2014માં દેશમાં 16મી લોકસભામાં પહેલી વખત એવું થયું હતું કે કોઈ બીન કોંગ્રેસી સરકાર પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવી હતી. 2014માં એનડીએએ કુલ 336 લોકસભા બેઠક પર જીત મેળવી હતી. જેમાંથી 282 બેઠક માત્ર ભાજપની હતી. તો કોંગ્રેસ માત્ર 44 બેઠકો જ મેળવી શકી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. અને ભાજપે તેના સહયોગી દળ લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન, શિવસેનાના અનંત ગીતે અને અકાલી દળના હરસિમરત કૌર બાદલને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું. જોકે નાગરિકતા બિલને કારણે ગઠબંધન સાથે જોડાયેલા ઉત્તરપૂર્વના કેટલાક પક્ષ અલગ થઈ ગયા. શિવસેનાની સાથે પણ ભાજપના સંબંધોમાં તિરાડ પડી નજર આવી રહી. જોકે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ-શિવસેના વચ્ચેના સંબંધોમાં સુલેહ થઈ ગઈ.

2014માં સામાન્ય ચૂંટણીમાં મોદી લહેર દેખાતી હતી. તો 2019માં મોદી સુનામીનો માહોલ બની ગયો. અને એકલું ભાજ 303 બેઠકો જીત્યું. તો સહયોગી પક્ષો સાથે ભાજપનું સંખ્યાબળ 353 થયું. ત્યારે સવાલ એ ચર્ચાતો હતો કે બહુમત આવ્યા બાદ ભાજપ તેના સહયોગી પક્ષોને પ્રધાન મંડળમાં સ્થાન આપશે કે કેમ.

જોકે ભાજપ માટે સહયોગી પાર્ટીઓને સરકારમાં શામિલ કરવાનું એટલા માટે જરૂરી છે કે તેની પાસે રાજ્યસભામાં બહુમત નથી. જ્યારે વિવિધ બિલો પાસ કરાવવા માટે સરકારને રાજ્યસભામાં પણ સમર્થનની જરૂર પડશે. ત્યારે ભાજપ તેના સહયોગી પક્ષોને જો નકારી દે તો આગળના સમયમાં નુકસાન ઉઠાવવું પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે.

READ ALSO

Related posts

નાગપુર હત્યા બાબતે તાપસીએ કર્યુ એવુ ટ્વિટ કે લોકોએ કરી નાખી ટ્રોલ

Kaushik Bavishi

TikTok વિડિયો બનાવી રહેલા 11 કર્મચારીઓની સેલરી થઈ ઓછી, કંપનીએ પદ પરથી પણ હટાવ્યા

Path Shah

VIDEO : ચિલોડાના વેપારીને પાન ખાવું પડ્યું ભારે, પાંચ લાખનો લાગ્યો ચૂનો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!