પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરની બેઠક લડવા જીદ કરતા ભાજપમાં ટેન્શન

લોકસભા બેઠકના ભાજપના નિરીક્ષકોની પેનલ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી તમામ બેઠકના ઉમેદવારો અંગે કાર્યકરોના અભિપ્રાયો અને સૂચનો મેળવવાનું શરૂ થયું છે.

16મી માર્ચે ગાંધીનગરની બેઠક માટેની પ્રક્રિયા હાથ ધરાશેપરંતુ સચિવાલયના સૂત્રો જણાવે છે કે ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી રહી ચૂકેલા અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ ગાંધીનગર લોકસભાની બેઠક માટે ટિકિટની માગણી કરી હોવાની વાત શરૂ થઇ છે.

75 વર્ષની ઉંમર મર્યાદા કાઢી નાખવામાં આવી છે આથી પોતાને આ ટિકિટ મળવી જોઈએ એવું તેઓ માની રહ્યા છે. જોકે તેઓએ એક એવો વિકલ્પ પણ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે જો મને ટિકિટ આપવામાં ન આવે તો મારી પુત્રી અનાર પટેલને ગાંધીનગર બેઠક પરથી ટિકીટ આપવામાં આવે.

સત્તાવાર રીતે આ બાબતમાં ભાજપના કોઇ નેતા કશું બોલતા નથી. આ અંગે સાચી બાબતો શું છે તે જાણવા માટે અનાર પટેલનો સંપર્ક સાધવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ મળી શક્યા નહોતા અને ટેલિફોન પર પણ વાતચીત થઈ શકી નહોતી.

બીજી બાજુ સચિવાલયમાં તેમજ કમલમમાં ગાંધીનગરની બેઠક પર આનંદીબેન પટેલે દાવો કર્યો હોવાની બાબતને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. ભાજપના જ કાર્યકરો અને આગેવાનો જણાવે છે કે પોતાની મુખ્યમંત્રી પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાથી અનંદીબેન પટેલએ બાબતે હજુ ભૂલ્યા નથી આથી તેઓ હવે લોકસભામાં પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરશે.

સુત્રો જણાવે છે કે 16મી માર્ચે આનંદીબેનના સમર્થકો દ્વારા આનંદીબેન માટે કે અનાર પટેલ માટે ગાંધીનગરની બેઠક માટેની ભલામણ થઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter