જામનગરમાં વોર્ડ નંબર ૬માં છેલ્લા ઘણા લાંબા સમયથી એક ઓવર બ્રીજ બની રહ્યો છે. આ ઓવર બ્રીજ તૈયાર થઈ ગયો હોવા છતાં તેને લોકો માટે ખુલ્લો ન મૂકતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

આજે જામનગર શહેર કોંગ્રેસ અને વોર્ડ નંબર ૬ના સ્થાનિકો દ્વારા આ બ્રીજનું વહેલામાં વહેલી તકે ઉદઘાટન કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ બ્રીજ શરૂ ન થયો હોવાના કારણે લોકોએ ત્રણ કિલોમીટર જેટલું વધારે અંતર કાપવું પડે છે.
આથી વહેલામાં વહેલી તકે આ બ્રીજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર કમિશ્નરને પાઠવવા આગેવાનો પહોંચ્યા હતા. કમિશનર હાજર ન હોવાના કારણે ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની કચેરીએ કોંગી આગેવાનો પહોંચ્યાં હતાં. પરંતુ એક પણ અધિકારી હાજર ન હોવાથી આખરે તેમની ખુરસી પર આવેદનપત્ર રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
MUST READ:
- આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ
- ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે