અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઘરે ઘરે જઈને લોકો પાસેથી રામમંદિર નિર્માણ માટે સહયોગ માગી રહ્યા છે. જો કે, આ અભિયાનની સાથે એક ખાસ વાત એ પણ છે કે, જે લોકો દાન કરી રહ્યા છે તેમને ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે.
નોંધાવવું પડશે પાન કાર્ડ
સેક્શન 80 Gની અંદર લાભ લેવા માટે દાન આપનારા લોકોની એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તેમને પાવતી પર પાન કાર્ડ નંબર લખાવવો પડશે. આપને જણાવી દઈએ કે, જેમાં 2 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયા સુધીની રકમ કૈશ અથવા તો ચેકના રૂપમાં આપી શકો છો. જેના માટે દાન આપનારાએ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીજી મહારાજના હસ્તાક્ષરવાળી રસીદ મળશે.
શું છે સેક્શન 80 G
દેશમાં જે લોકો પ્રત્યક્ષ રીતે સરકારને ટેક્સ આપે છે. તે 80 Gનો લાભ લઈ શકે છે. જો તમે કોઈ ધર્માર્થ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા અથવા સરકાર દ્વારા નોટિફાઈડ ટ્રસ્ટને દાનમાં રકમ આપો છો, તો આ છૂટ મળી શકે છે.દાનમાં આપેલી રમકને ગ્રોસ ટોટલમાંથ ઈન્કમ ટેક્સ ઘટાડી દેવામાં આવે છે. તેનાથી તમારી ટેક્સેબલ ઈન્કમ કાઢી નાખવામાં આવશે. જો કે, આ તમામ સંસ્થાઓ પર લાગૂ પડતુ નથી. પણ રામ મંદિર માટે દાન આપતા લોકો માટે આ લાગૂ પડશે.
READ ALSO
- LIVE:- પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી, કોંગ્રેસ રકાસ તરફ
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 30 પૈકી 2 જિલ્લા પંચાયતની 2 બેઠકો ભાજપના ફાળે, કોંગ્રેસે ખાતું ખોલ્યું
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
- નગર પાલિકા રિઝલ્ટ/ 81 નગરપાલિકામાં 54 પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ
- સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ