GSTV
India Trending

પાક.ની જીતથી ખુશ થનારે ત્યાં જતાં રહેવું જોઇએ: RSS

હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારુક દ્વારા પાકિસ્તાનની જીત પર અભિનંદન આપવા બદલ મીરવાઇઝ ઉમર ફારુકની ટીકા થઇ રહી છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે(આરએસએસ) ગુરુવારે મીરવાઇઝની ટિપ્પણીની ટીકા કરતા તેમને પાકિસ્તાન જવા સલાહ આપી છે.

આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, મીરવાઇઝ દિલ અને દિમાગથી પાકિસ્તાની છે. તેમને જરૂર પાકિસ્તાન જવું જોઇએ. જ્યારે અન્ય એક આરએસએસના નેતા રાકેશ સિંહાએ ક્હ્યું કે, મીરવાઇઝે કાશ્મીરમાં સંપનો ભંગ કરવાની દાનતથી આવું કર્યું. તેઓ પાકિસ્તાનની જય જયકાર કરી રહ્યાં છે અને અમે એ સમયે ખુશ થઇશું જ્યારે તેઓ પાકિસ્તાન ચાલ્યા જશે. તેમણે કહ્યું કે, તેમની આત્મા પાકિસ્તાનમાં છે.

ઉપરાંત મીરવાઇઝના પાકિસ્તાન પ્રેમ પર ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ ભડક્યા હતા. સાક્ષી મહારાજે આવા લોકોને જેલમાં ધકેલવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઇે. તેમણે એમ પણ કહ્યું કે, આ લોકો ખાય છે અહીંયા અને ગીત ત્યાં ના ગાય છે. હિન્દુસ્તાનને આટલો મોટો ખતરો પાકિસ્તાનથી નહીં પણ આવા લોકોથી છે, જેઓ પાકિસ્તાનની મેચ જીતવા પર ઉજવણી કરે છે. જ્યારે ગૃહ રાજ્યપ્રધાન હંસરાજ આહિરે પણ મીરવાઇઝના આ વલણની આકરી ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન ટ્રોફીમાં ઈંગ્લેન્ડ સાથેની મેચમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જીતથી કાશ્મીરના ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક ખુશ થયા હતા. મીરવાઈઝ ઉમર ફારુકે ટ્વિટ કરીને પાકિસ્તાનના દેખાવની પ્રશંસા કરી છે અને ફાઈનલ માટે તેને શુભેચ્છા પાઠવી હતી. ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની જીત બાદ કાશ્મીર ખીણમાં સ્થાનિક લોકોએ ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી હોવાના પણ અહેવાલો છે. હુર્રિયત કોન્ફરન્સના કથિત ઉદારવાદી જૂથના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુકે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે નામજ પુરી થયા બાદ તેને ફટાકડાં ફૂટવાનો અવાજ આવી રહ્યો હતો. ખૂબ સારું રમ્યું પાકિસ્તાન. ફાઈનલ માટે શુભેચ્છાઓ.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

Related posts

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu
GSTV