RBIના આ ગવર્નરનો કાર્યકાળ પૂરો કરી ન શકનારા બન્યા છે પ્રધાનમંત્રી, આ છે લિસ્ટ

છેલ્લા કેટલાક સમયથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને મોદી સરકાર વચ્ચે તણાવની ખબરો આવતી રહી હતી. જો કે ૧૯ નવેમ્બરની સરકાર સાથે બેઠક પછી લાગ્યું કે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ હવે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે મોદી સરકાર સાથેના વિવાદને પગલે રાજીનામું આપ્યું દીધું છે. જો કે, ઉર્જિત પટેલ રાજીનામાંની પાછળ વ્યક્તિગત કારણ બતાવી રહ્યા હતાં. પટેલના અગાઉ પણ આરબીઆઈના ઘણા ગવર્નરોએ પણ તેમના કાર્યકાળની મુદ્દત સમાપ્ત તે પહેલાં જ રાજીનામું આપી દીધું છે.

RBI અને સરકાર વચ્ચેના વિવાદનો ઇતિહાસ ઘણો જુનો છે

નરસિંહ રાવ, અટલ બિહારી બાજપેય, જવાહર લાલ નહેરુથી લઈને ઈન્દીરા ગાંધી અને મનમોહન સરકારના સમયથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે તણાવ ચાલી રહ્યું છે.

સર ઓશબોન સ્મીથ (વર્ષ ૧૯૩પ):- આઝાદી પૂર્વે સર ઓશબોન સ્મીથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર બન્યા હતાં પરંતુ સરકાર સાથે સંબંધ સારા ન હતાં. તે એક્સચેન્જ રેટને લઈને સરકારના નિર્ણયથી નાખુશ હતાં. બંને વચ્ચે તણાવ એ હદે વધી ગઈ કે તેમણે આરબીઆઈના ગવર્નરના પદથી રાજીનામુ આપી દીધુ હતું. આની સાથે નોટ ઉપર સાઈન કરવાનો ઈનકાર કર્યો હતો.

બેનેગલરામ રાવ (વર્ષ 1949-57):- આઝાદી બાદ બેનગલ રામ રાવ આરબીઆઈના ગવર્નર બન્યા હતાં. કેટલાક સમયના કાર્યકાળ પછી સરકાર અને રાવ વચ્ચે ટકરાવમાં વધારો થયો હતો. તે સમય તત્કાલિક નાણા મંત્રી ટીટી કૃષ્ણમચારી રિઝર્વ બેન્કના કાર્યમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતાં. આ બાબતે રાવે પીએમ જવાહર લાલ નહેરુને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો. આ વિવિદના થોડાક દિવસો પછી રાવે ૭ જાન્યુઆરી ૧૯પ૭ના રોજ રાજીનામુ આપ્યુ હતું.

કેઆર પુરી (વર્ષ ૧૯૭૭):- ૧૯૭૭માં સત્તા ઉપર રહેલી કોંગ્રેસની સરકારના પણ સંબંધ આરબીઆઈના ગવર્નર સારા રહ્યા નથી. તે સમય વડાપ્રધાન મોરારજી દેસાઈ અને નાણા મંત્રી હીરૃભાઈ પટેલને કેકે પુરી ઉપર રાજીનામા માટે દબાણ વધાર્યુ હતું તે પછી રાવે ૧૯૭૭માં રાજીનામુ આપ્યુ હતું.

એસ જગન્નાથ (વર્ષ ૧૯૭પ) :- ભારત સરકાર અને તે સમયના ગવર્નર વચ્ચે ક્રેડિટ લિમિટને વધારવાને લઈને વિવાદ થયો હતો. બીજી બાજુ કેન્દ્ર બેન્કે ક્રેડિટ લિમિટમાં વધારો કરવા માટે ઈનકાર કર્યો હતો. આ દરમિયાન તેમની ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી હતી જેના પગલે તેમણે રિઝર્વ બેન્કના ગવર્નર પદેથી ૧૯ મે ૧૯૭પમા રાજીનામુ આપ્યુ હતું.

મનમોહન સિંહ (વર્ષ ૧૯૮ર-૧૯૮પ):- મનમોહન સિંહે નાણા મંત્રી પ્રણવ મુખર્જીના સમયે રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, ઈન્દીરા ગાંધીના કહેવાથી તેમણે રાજીનામું આપ્યુ નહતું. પરંતુ રાજીવ ગાંધીએ તેને પ્લાનિંગ કમિશનને મોકલી દીધુ હતું.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter