GSTV

વીકએન્ડમાં ફરવા જતા હોવ તો આ ચેક કરી લેજો, આજે રાજ્યના 306 રસ્તાઓ છે બંધ

રસ્તાઓ

રાજ્યભરમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા ધમાકેદાર કરી રહ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. લાંબા ઈંતજાર પછી મેઘરાજાની પધરામણીથી લોકોમાં પહેલા તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે વધારે પડતા વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધારે વરસાદના કારણે રાજ્યના અનેક શહેર અને ગામોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ડેમો છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપુર આવી રહ્યા છે અને નિચાણ વાળા વિસ્તાર સહિત લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. એવામાં વધારે વરસાદના કારણે હાઈવે અને રોડ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

આજે આ રસ્તાઓ રહેશે બંધ

આજે હાઈવે અને નેશનલ હાઈવે સહિત રાજ્યના કુલ 306 રસ્તાઓ ભારે વરસાદના પગલે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં આણંદ, ભરૂચ, સુરત, રાજકોટ, દ્વારકા, સુરેન્દ્રનગર, જુનાગઢ, નડિયાદ, પાટણ, વડોદરા, છોટાઉદયપુર, સુરત, તાપી, નવસારી, ભાવનગર સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે.

Total road closed306
NH-1
Anand1
State27
SH9
MDR16
ODR2
State Highway
Bharuch1
Surat3
Rajkot1
Devbhumi Dwarka2
Junagadh1
MDR
Nadiyad1
Patan1
Vadodara2
Chotaudepur1
Surat2
Tapi1
Navsari2
Surendranagar5
Bhavnagar1
ODR
Surat2
Panchayat278
Vadodara23
Narmada15
Dahod1
Bharuch6
Surat116
Tapi37
Navsari35
Valsad6
Dang11
Rajkot1
Devbhoomi Dwarka12
Surendranagar1
Bhavnagar3
Junagadh3
Porbandar3

વડોદરામાં વરસાદ

વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઇ છે અને તેની સપાટી મોડીરાતે 21 ફૂટે પહોંચતા નદી પાસેની સોસાયટીઓ,બંગલાઓ તેમજ વસાહતમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે. વડોદરા ફાયર બ્રિગેડ પર આજે બપોરથી વિશ્વામિત્રી નદીની સપાટી અને આજવા સરોવરની સપાટી ઝડપભેર વધવા માંડતા દર વખતે પૂરની ઝપેટમાં આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. વિશ્વામિત્રીમાં ૨૪ ફૂટ બાદ શહેરમાં પાણી પ્રવેશતું હોવાથી 21 ફૂટે સપાટી પહોંચતા જ નદી નજીક રહેતા લોકોએ સામાન શિફ્ટ કરવા માંડયો હતો.આજ રીતે આજવાની સપાટી પણ મોડીરાતે 211.50 ફૂટે પહોંચી હતી.

આણંદમાં વરસાદ

આજે આણંદ શહેરમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ તૂટી પડતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે અને ત્યાંના ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

ખાડી વિસ્તારમાં જળબંબાકાર

સુરતમાં વરસાદના કારણે ખાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના પર્વત પાટિયા ગામમાં આવેલી મીઠી ખાડીમાં પાણી આવતા આજુબાજુના વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મોડેલ ટાઉન ચાર રસ્તા નજીક પણ કેડસમાં પાણી ભરાયા છે. જેથી સુરત મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે. નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા લોકોની હાલાકી વધી છે.

Read Also

Related posts

મોટી ખબર/ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો છે આ ફેરફાર, ફટાફટ ચેક કરી લો નવી કિંમત

Bansari

કોરોનાને લઈ મોટો ખુલાસોઃ પુરૂષોની કામવાસનાના મુખ્ય હોર્મન્સ ઉપર ઘાતક વાર કરી રહ્યો છે વાયરસ, વધી રહ્યો છે મૃત્યુદર

Ankita Trada

ગુજરાત/ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ, મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ભાવ જાહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!