GSTV

થાઈરોઈડમાં આ વસ્તુઓનું સેવન તો નથી કરતાને તમે! આજે જ કરી દો બંધ, કરે છે ખૂબ નુકશાન

થાઈરોઈડ

Last Updated on September 28, 2020 by Arohi

ઘણા લોકો થાઈરોઈડની બિમારીથી પિડાતા હોય છે. થાઈરોઈડમાં વજન વધવાની સાથે હોર્મોન અસંતુલન પણ થઈ જાય છે. એક સ્ટડી અનુસાર, પુરુષોની તુલનામાં મહિલાઓમાં થાઈરોઈડ 10 ઘણો વધારે હોય છે. થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું બેલેન્સ બગડવાના કારણે આ સમસ્યા થાય છે. થાઈરોઈડની સમસ્યા પુરુષોના મુકાબલે મહિલાઓમાં વધારે જોવા મળે છે. હાઈપરથાઈરોઈડિઝ્મમાં (hypothyroidism) વજન ઘટવું, ગરમી સહન ન કરી શકવી, સારી ઉંઘ ન આવવી, તરસ લાગવી, વધારે પરસેવો આવવો, હાથ ધ્રુજવો, હૃદય જોરથી ઘડકવું, કમજોરી, ચિંતા અને અનિદ્રા જેવા લક્ષણો સામેલ છે. આજે અમે તમેન ખાવાની એવી અમુક વસ્તુઓ વિશે જણાવીશું જે થાઈરોઈડની સમસ્યાને વધારવાનું કામ કરે છે.

કોબીજ કે ફુલાવર

થાઈરોઈડ

આ બન્ને પ્રાકારના શાકની અંદર ગાઈટ્રોગન (guitornoids) નામનું તત્વ ખૂબ વધારે માત્રામાં હોય છે. આ થાઈરોઈડની સમસ્યાને વધારે છે. માટે તેનું સેવન ન કરો.

સોયાબીન

થાઈરોઈડ

સોયાબીનનો ઉપયોગ મોટાભાગે શાકની રીતે કરવામાં આવે છે. પરંતુ તેનું તેલ પણ મળે છે. જેને આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને એ વાતની જાણકારી છે કે સોયાબીનમાં પણ ગોઈટ્રોગન હોય છે જે થાઈરોઈડ રોગ માટે જવાબદાર હોય છે. માટે જો તમે સોયાબીન ખાઓ છો તો તમારા શરીરમાં થાયરોક્સિન વધાવાનું કામ થાય છે. થાયરોક્સિનના વધવાનું આ કામ થવાથી થાયરોઈડની બિમારી થાય છે. જે આપણી બોડી માટે બિલકુલ પણ સારૂ નથી.

મીઠુ

થાઈરોઈડ

કદાચ તમને આ વાતની જાણકારી ન હોય કે થાઈરોઈડ ગ્લેન્ડ મીઠાનો ઉપયોગ કરીને થાયરોક્સિન હોર્મોન બનાવે છે. માટે જ્યારે પણ આપણી બોડીમાં આયોડીનની કમી હોય છે તો થાયરોઈડ ગ્લેન્ડ લાગે છે. માટે આયોડીન મીઠુ પર્યાપ્ત માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. સિંધવ મીઠુને પોતાના ડાયટમાં શામેલ કરો.

Read Also

Related posts

‘ધક ધક ગર્લ’ માધુરીનો ગ્લેમરસ અંદાજ / ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી ફોટો, ફેન્સ થયા ઘેલા

Pritesh Mehta

Indian Railways: 29 ઓગસ્ટથી શરૂ થશે ભારત દર્શન સ્પેશ્યલ ટ્રેન, જાણો કઈ રીતે કરશો ટિકિટ બુક!

pratik shah

લાવો હવે લાવો / મોદીનો ઓલિમ્પિક્સમાં 10 મેડલનો વીડિયો વાયરલ, પીએમને તો બધુ જ એડવાન્સ હોય છે ખબર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!