કપડાંને લઈને એરલાઈન્સે મહિલા યાત્રીને કહ્યું- શરીર ઢાંકો નહીં તો વિમાનમાંથી ઉતરો, પછી એવું થયું કે…

બ્રિટનની એક હવાઈ કંપનીએ 21 વર્ષીય મહિલા યાત્રીને ઓછા કપડામાં સફર કરવા પર ધમકાવી અને વિવાદ વધવા પર તેની માફી માંગી. મીડિયામાં આવેલી ખબરો અનુસાર વિમાનમાં ચઢ્યા બાદ મહિલાને કપડાની બાબત પર ઘમકાવવામાં આવી અને વિમાનમાંથી ઉતરવા માટે કહ્યું.

એક રિપોર્ટ અનુસાર અમિલિ ઓ’કોન્નોર 2 માર્ચએ યૂકે બર્મિધમ એરપોર્ટથી ટેનેરિફ આઈલેન્ડ જવા માટે થોમસ એરલાઈન વિમાનમાં ચઢી હતી. તે સમયે વિમાનના ક્રૂ સદસ્યોએ તેમને કહ્યું કે તેના કપડાં હિંસાનું કારણ બની શકે છે.

મહિલાએ ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું હતું, જુઓ તસ્વીર…

એમિલીએ કહ્યુ, મારા કપડાંને લઈને એરપોર્ટથી જ મને ચેતવણી આપવામાં આવી રહી હતી અને વિમાનમાં પ્રવેશ કરવા સુધી વારંવાર ટોકવામાં આવી રહી હતી. ક્રૂ સદસ્યોએ મને કહ્યું કે હું પોતાને સંપૂર્ણ રીતે ઢાંકી લવ.

તેમણે કહ્યું કે વિમાનનો મેનેજર પોતાના અન્ય સદસ્યોની સાથે તેમની પાસે પહોંચ્યા. તેમને જેકેટ પહેરવા કહેવામાં આવ્યું અને ધમકી આપવામાં આવી કે વિમાનમાંથી નીચે ઉતરી જાય .

એર લાઈન્સે એમિલી ઓકોન્નોર પાસે માફી માંગતા કેબિન સર્વિસના નિર્દેશકને આ મામલે વધુ જાણકારી ભેગી કરવાના આદેશ આપ્યા છે.

એરલાઈન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, સાધારણ રીતે ઘણી એરલાઈન્સે યાત્રીઓના કપડાને લઈને અલગ અલગ નિયમ બનાવ્યા છે. જે પુરુષ અને મહિલા બંન્ને માટે સમાન રૂપથી લાગું પડે છે. આવામાં અમારા ક્રૂ સદસ્યો માટે ઘણું કઠિન થઈ જાય છે કે તે તેનું પાલન યાત્રીઓ પાસે કરાવે અને આવામાં ઘણી વખત વાત બગડી જાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter