બદલાતી સિઝનમાં સામાન્ય શરદી કે ઉધરસના દર્દીઓની સંખ્યા વધી જાય છે. શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરતા પહેલવા તેના વિશે જાણી લેવી જોઈએ કારણ કે કેટલીક વસ્તુઓના કારણે ઉધરસની સમસ્યા વધી શકે છે. આ માટે જ્યારે શરદી થાય ત્યારે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે ઉધરસ થયા પછી કેઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ

ખાંસી હોય ત્યારે આ વસ્તુઓ ન ખાવી જોઈએ
ડેરી પ્રોડક્ટ
જો તમને ઉધરસની સમસ્યા છે તો તમારે ડેરી ઉત્પાદકો ખાવાનું ટાળવું જોઈએ. આવું એટલા માટે કારણ કે ઉધરસ થાય છે ત્યારે તમારા શરીરમાં મ્યુકસ બનવા લાગે છે અને પરિણામે ખાંસની સમસ્યા વધે છે. આ માટે જો તમે ઉધરસથી પરેશાન છો તો ડેરી પ્રોડક્ટ એ સમય માટે ખાવાનું ટાળો
દારૂ અને ધૂમ્રપાન
ઉધરસ થવાના કિસ્સામાં દારૂ અને ધૂમ્રપાન હિતાવહ નથી. કારણ કે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ શકે છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આ માટે ઉધરસ થવાના કિસ્સામાં દારૂ અને ધૂમ્રપાનનું સેવન ન કરવું જોઈએ
મીઠી વસ્તુઓ
શરદી કે ઉધરસ થવાના કિસ્સામાં મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારની મીઠી વસ્તુઓ બેક્ટેરિયા અને વાયરલ સમસ્યાઓમાં વધારો કરી શકે છે. આ માટે ઉધરસ આવતી હોય ત્યારે મીઠાઈ ખાવાનું ટાળો.

કેળા
ખાંસી અને શરદીની સમસ્યા હોય તો કેળાનું સેવન ન કરો, કારણ કે કેળા ખાવાથી શરીરમાં મ્યુકસ વધે છે, જેના કારણે કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે. જો તમે કફની સમસ્યાથી પરેશાન છો તો કેળાનું સેવન ન કરો
(નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
Also Read
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી